બંદર-ગોદી કામદારોના પેન્શન, બોનસ સહિતના પ્રશ્નોની ઉચ્ચસ્તરે વિચારણા

ગાંધીધામ, તા. 18 : ઓલ ઈન્ડિયા પોર્ટ એન્ડ ડોક વર્કર્સ ફેડરેશનની વર્ચ્યુઅલ બેઠકમાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા.મહંમદ હનીફની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકનુ સંચાલનવરીષ્ઠ ઉપપ્રમુખ  ક્રિષ્નામૂર્તિએ કર્યું હતું.કંડલાએચ.એમ.એસ.ના પ્રમુખ એલ. સત્યનારાયણે 2020 અને 2021ના બોનસની રકમ માત્ર એડવાન્સ તરીકે  અપાઈ છે. બાકી રહેતી બોનસની રકમ  અને  આગામી 2021-22નું બોનસ વહેલી તકે મંજુર કરવા અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત તેમણે ન્યુ સ્કીમ પેન્શન 2004માં લાગુ   પડી છે તેમાં મળતી રકમ પૂર્ણ કરીને કામદારોના પરિવારોને આપવા, આ  રકમ  જીવનભર ન ચાલતી હોવાથી  પરિવારને આર્થિક  રીતે  અનેક તકલીફો વેઠવી પડે છે. કામદારોના પરિવારજનોને  પોર્ટમાંથી અન્ય કોઈ સહાયતા મળતી ન હોવાના કારણે વહેલી તકે  જુની સ્કીમ જી.પી.એફ.માં  તબદીલ કરવા પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામેલા  કર્મચારીઓના વારસદારોને નોકરી આપવાની યોજના દરેક પોર્ટમાં ચાલે છે જેને  માન્ય  રાખી સરકાર પાસે માંગણી કરવા, પોર્ટ ઉપર  ખાનગીકરણની નીતિ સામે વિરોધ  નોંધાવવા અને નવા કામદારોની ભરતી  સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.આ તમામ  પ્રશ્ને સંગઠન દ્વારા શિપિંગ મંત્રાલયને લેખિત રજૂઆત કરાઈ હતી આગામી પાંચ ફેડરેશનની એન.સી.સી. બેઠક આજે કોચિન યોજાઈ હતી.જેમાં પણ  એચ.એમ.એસ.ના પ્રમુખે હાજરી આપી હોવાનુ ઉપપ્રમુખ જીવરાજભાઈ ભાંભી, મંત્રી લલિત વરિયાણીએ એક યાદીમાં જણાવ્યુ હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer