ડીપીએના મિકેનિકલ એન્જિ. વિભાગના મોટા ભાગના અધિકારીઓ કંડલા આવતા જ નથી

ગાંધીધામ, તા. 18 : : દીનદયાળ મહાબંદર પ્રાધિકરણના મેકેનીકલ એન્જીનીયરીંગ વિભાગના મોટાભાગના અધિકારીઓ કંડલા ખાતેની તેમની કચેરીમાં આવતા જ નહીં હોવાથી કામદારોના અનેક કામો, ફાઈલો લટકી પડતાં હોવાની ગંભીર ફરિયાદ કંડલા ટ્રાન્સપોર્ટ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.) એ કરી છે. યુનિયનના પ્રમુખ એલ. સત્યનારાયણે ડીપીએ અધ્યક્ષને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે ચીફ મેકેનીકલ એન્જીનીયરના નાણાંકીય સહિતના અધિકારો હાલે ટ્રાફિક મેનેજરને આપવામાં  આવ્યા છે. બીજી બાજુ સી.એમ.ઈ.ની અન્ય ફરજો ડેપ્યુટી સીએમઈ જોઈ રહ્યા છે. અત્યારે મેકેનીકલ એન્જીનીયરીંગ વિભાગનું કામકાજ આવા કારણસર અસરગ્રસ્ત બન્યું છે. ડેપ્યુટી સી.એમ.ઈ. તથા તેમના તાબાના જુનિયર અધિકારીઓ ગાંધીધામ સ્થિત પ્રશાસનીક ભવનમાં જ બેસે છે. કંડલા ખાતેની તેમની ચેમ્બરો ખાલી જ પડી હોય છે.આ વિભાગના કંડલામાં ફરજ બજાવતાં કર્મચારીઓના પ્રશ્નો, ફાઈલો આગળ વધતી જ નથી. પત્રમાં સંગઠને આ વિભાગના અધિકારીઓને કંડલા ફરજ ઉપર આવવા સૂચના આપવા ડીપીએ અધ્યક્ષને અનુરોધ કરાયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, એક સમયે શિપિંગ મંત્રાલયે તો અધ્યક્ષ સહિત સમગ્ર પ્રશાસન કંડલામાં જ બેસે તેવો આદેશ કર્યો હતો. આમ છતાં આ આદેશનું શું થયું તે અંગે કાઈ વાત કરવા પણ તૈયાર નથી.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer