ભુજની 27 લાખની ચોરીમાં તપાસનીશ ટુકડીએ ગઢશીશામાં છાનબીન હાથ ધરી

ગઢશીશા (તા. માંડવી), તા. 18 : ભુજમાં ઘરની સફાઇ માટે રખાયેલી કામવાળીએ 29 લાખની `સફાઇ' કર્યાના ચકચારી પ્રકરણમાં આજે તપાસનીશ ટુકડી ગઢશીશા આવી પહોંચી હતી અને દબોચાયેલા ભાવિ સસરાના બેંક ખાતા તથા ગામમાં પૂછતાછ આદરાઇ હતી.ભુજના બિલ્ડર રાજ હરેશભાઇ કતિરાના ઘરમાંથી રૂા. 27 લાખનો હાથફેરો કરનારી કામવાળી આશાબેન ભીખાભાઇ મકવાણાને દબોચાયા બાદ તેના મંગેતરે નાણાં લઇ લીધાની કેફિયત આપતાં તે નાસી છૂટયો હતો પરંતુ તેના ભાવિ સસરા શંકરભાઇ ગાભાભાઇ ચૌહાણ (ગઢશીશા)ને ઝડપી પૂછપરછમાં આ ચોરાઉ માલમતાની રકમ બેંકમાં જમા કરાવી અને તેના વડે રોકડેથી ગાડી પણ ખરીદાઇ હોવાનો પર્દાફાશ થયો હતો.દરમ્યાન, આજે આ કેસની તપાસનીશ ટુકડી ગઢશીશા આવી પહોંચી હતી અને શંકરભાઇના બેંક ખાતાની વિગતો એકત્ર કરી સંબંધિતો પાસેથી માહિતી મેળવી હતી. આમ, આ કેસમાં આગામી દિવસોમાં વધુ વિગતો બહાર આવવાની સંભાવના જોવાઇ રહી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer