મોટી ખોંભડીમાં પાણીની લાઇન લીકના મુદ્દે મહિલાની છેડતી

ભુજ, તા. 18 : નખત્રાણા તાલુકાના મોટી ખોંભડી ગામે પાણીની લાઇન લીક થવાના મુદ્દે માર મારી મહિલાની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ અંગે ગઇકાલે નખત્રાણા પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓ પ્રેમજી નારાણ દાફડા, મોહન વિશ્રામ દાફડા અને જેઠાલાલ નારાણ દાફડાએ સ્મશાનની પાણીની લાઇનમાંથી જોડાણ લીધું હતું અને આ લાઇન લીકેજ થતાં સાહેદે લાઇન બરાબર કરી નાખવા જણાવ્યું હતું જેથી ઉશ્કેરાઇ આરોપી પ્રેમજી અને મોહને ફરિયાદી તથા સાહેદને માર માર્યો હતો જ્યારે જેઠાલાલે ફરિયાદીના ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસી જઇ ફરિયાદીની સાડી ખેંચી, હાથ પકડી છેડતી કરીને ધાકધમકી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer