પશ્ચિમ કચ્છનાં ગુરુદ્વારાનો બનાવ ખાલિસ્તાન સાથે સંબંધિત ન હતો

ભુજ, તા. 18 : પશ્ચિમ કચ્છનાં એક ગુરુદ્વારામાં એક ખાલિસ્તાની નેતાના માનમાં કાર્યક્રમ યોજાયાના અહેવાલ સંદર્ભે એક જાગૃત શીખ યુવાન દ્વારા સ્પષ્ટતા કરાઇ છે કે, આ બનાવને ખાલિસ્તાન સાથે કોઇ લેવા દેવા ન હતી.સાથોસાથ અકસ્માતમાં મૃત્યુ પામેલા દીપ સંધુના આત્માની શાંતિ માટે આ કાર્યક્રમ યોજાયો હોવાનું આ યુવા અગ્રણીએ કહ્યંy હતું. કિસાન આંદોલન સમયે સક્રિય ભૂમિકા ભજવનાર દીપ સંધુના સંદર્ભમાં ચાલી રહેલા કોર્ટ કેસમાં પણ તેને ખાલિસ્તાનીમાનવામાં આવ્યા ન હોવાનું આ સ્પષ્ટતામાં ઉમેરવામાં આવ્યું છે.જિલ્લાના શીખોએ કચ્છને કર્મભૂમિ બનાવીને મહેનત સાથે વિકાસ સાધ્યો હોવાનું ગુરુપ્રિતાસિંગે જણાવ્યું હતું.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer