અંજાર : નશાયુક્ત યુવાને એસિડ ગટગટાવી લીધું
ગાંધીધામ, તા. 18 : અંજારના વીડી રોટરીનગરમાં એક યુવાન નશાયુક્ત હાલતમાં એસિડ પી જતાં તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વીડી રોટરીનગર મકાન નંબર 86માં રહેનારા દીપક રમેશ મારૂ (ઉ.વ. 28) નામના યુવાને આ પગલું ભર્યું હતું. નશાયુક્ત હાલતમાં રહેલા આ યુવાને એસિડ પી લેતાં તેને પ્રથમ આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાંથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં તેને સારવાર હેઠળ રખાયો છે. ગત તા. 17/5ના રાત્રે બનેલા આ બનાવ અંગે અંજાર પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ?ધરી છે.