ગાંધીધામ-ભાગલપુર ટ્રેનની ચાર ટ્રિપ રદ

ગાંધીધામ, તા. 18 : ઉત્તર-પૂર્વ રેલવે ખાતે ચાલતા કામના કારણે ગાંધીધામથી બિહાર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનના ચાર ફેરા રદ્દ કરવામાં આવ્યા છે. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગોંડા રેલવે સ્ટેશન ખાતે યાર્ડના રીમોડલીંગ માટે નોન ઇન્ટરલોકિંગ કામ હાથ?ધરાયું છે જેના કારણે અમદાવાદ ડિવિઝનની ચાર ટ્રેનની આવન-જાવનને અસર પડશે. ગાંધીધામ-બિહાર વચ્ચે દોડતી ગાંધીધામ-ભાગલપુર (09451) તા. 27 મે અને તા. 3જી જૂનના સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે જ્યારે ભાગલપુર-ગાંધીધામ (09452) તા. 30મે અને 6 જૂનના ભાગલપુરથી નહીં ઉપડે. વેકેશનના ગાળામાં લાંબા અંતરની ટ્રેન રદ્દ થતાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer