ચોબારીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા ; છ નાસ્યા
રાપર, તા. 18 : ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં મોડી રાત્રિના જુગાર રમતા ત્રણ જણને પોલીસે પાંજરે પુર્યા હતા, જ્યારે છ જણ પોલીસને હાથતાળી આપી નાસી છૂટયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વબાતમીના આધારે ગત મોડી રાત્રિનાં ગામનાં જૂનાં રામ મંદિર પાસે પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપીઓ રણછોડ વશરામ વરચંદ, ધના રામજી રાજપૂત, રમેશ શામજી રાજપૂત ઝડપાઈ ગયા હતા, જ્યારે પચાણ રતા આહીર, ભરત મોહન લુહાર, શામજી લખમણ આહીર, વિપુલ રાયધણ લુહાર, ભરત ભૂરા આહીર અને રમેશ ઉર્ફે ભગત જેરામ ચાવડા નાસી છૂટયા હતા. આરોપીઓ મંદિર પાસે જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા હતા. આ કાર્યવાહી દરમ્યાન રોકડા રૂા. 10,800, રૂા. 15 હજારની કિંમતના 6 નંગ મોબાઈલ ફોન, લાકડાનું પાટિયું સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.