પલાંસવા પાસે 203 ઘેટાં-બકરાંને કતલખાને લઇ જતા બચાવાયાં
રાપર, તા. 18 : તાલુકાના પલાંસવા પાસે કતલખાને લઇ જવાતા સેંકડો ઘેટાં-બકરાંને બચાવાયાં હતાં. આ મામલે ચાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પલાંસવાની બાજુમાં આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલપંપ પાસે ગત મોડી રાત્રિના અરસામાં આ કાર્યવાહી કરાઇ હતી. બાતમી મુજબ જી.જે. 24 વી. 9838 નંબરની ટ્રક આવતાં તેને રોકવામાં આવી હતી. ટ્રકમાં તપાસ કરાતાં અબોલ જીવો ખીચોખીચ ભરાયેલા જોવા મળ્યા હતા તેમજ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. આરોપીઓ હાજીશા જુસબશા ફકીર (રાધનપુર), રહેમતખાન નસીબખાન પઠાણ (રાધનપુર), બસીર જમનશા શેખ (ભુજ) અને ઉમરશા ઓસમાણશા શેખ (ભુજ)ની અટક કરવામાં આવી હતી. કતલખાને લઇ જવાતા અબોલ જીવોની કિંમત રૂા. 2.03 લાખ આંકવામાં આવી છે. 10 લાખની કિંમતની ટ્રક પણ કબ્જે કરવામાં આવી હતી. પોલીસે લક્ષ્મણભાઇ સવાભાઇ પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.