બાન્દ્રા-ભુજ એસી એક્સપ્રેસ ટેનના એન્જિનના ખોટીપાથી પ્રવાસી અટવાયા

બાન્દ્રા-ભુજ એસી એક્સપ્રેસ ટેનના એન્જિનના ખોટીપાથી પ્રવાસી અટવાયા
ગાંધીધામ, તા. 14 : બાન્દ્રા-ભુજ એસી. એકસપ્રેસ ટ્રેનના એન્જીનમાં વોંધ નજીક ખોટીપો સર્જાતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.આ ટેન ભુજ સ્ટેશને  તેના નિર્ધારીત સમય કરતા દોઢેક કલાક મોડી પહોંચી હોવાના અહેવાલ સાંપડયા હતા.કચ્છને  મુંબઈ સાથે જોડતી બાન્દ્રા-ભુજ ટ્રેન નં.22903 તેના નિર્ધારીત સમયે મુંબઈથી રવાના  થઈ  હતી.અમદાવાદ સ્ટેશન પહોંચ્યા બાદ તેનું  એન્જીન બદલીને કચ્છ તરફ રવાના કરાઈ હતી. આજે બપોર 12 વાગ્યાના અરસામાં વેંધ અને ભચાઉ વચ્ચે આ ટેન એકાએક થોભી જવાથી પ્રવાસીવર્ગ ચિંતામાં મુકાયો હતો. ઉનાળાના ધોમધખતા તાપ વચ્ચે રેલગાડી ઉભી  રહેતા  યાત્રિકો ગરમીમાં અકળાયા હતા.રેલ વિભાગના જાણકારોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે   અમદાવાદથી વટવા ડિઝલ શેડનું એન્જીન ટેનમાં જોડવામાં આવ્યું હતું. અમદાવાદથી ઉપડતાની સાથે જ એન્જીનમાં ખામી  હોવાનું સપાટી ઉપર આવ્યું હતું અલબત સતત વ્યસ્ત રહેતા અમદાવાદ સ્ટેશને  પ્લેટફોર્મના અભાવે આ ટેન ખામીગ્રસ્ત હાલતમાં રવાના કરાઈ હતી. વોંધ અને ભચાઉ વચ્ચે રાઉન્ડ રીલે ઓપરેટમાં ખામી સાથે એન્જીન સંપૂર્ણ બંધ પડયું હતું. ભચાઉ પાસે અટવાયેલી ઉતારૂ ટેનમાં માલગાડીનું એન્જીન જોડીને તેને ગાંધીધામ લવાઈ હતી. ત્યારબાદ ગાંધીધામથી નવાં એન્જીન સાથે સંભવત 1.51 મિનીટના વિલંબ સાથે ટ્રેન ભુજ પહોંચી હતી.રેલવે વિભાગે સમગ્ર બનાવ પછવાડે યાંત્રિક ખોટીપાનું કારણ આગળ ધર્યું હતું. આ એન્જીનને બંધ હાલતમાં વટવા લઈ જઈને તપાસ  હાથ ધરાશે તેવું સુત્રોએ ઉમેર્યું હતું.   

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer