70 વર્ષથી એક તાંતણે બંધાયેલો વાલ્કાનો પરિવાર

70 વર્ષથી  એક તાંતણે બંધાયેલો વાલ્કાનો પરિવાર
ઈકબાલ ચાકી દ્વારા - કોટડા (ચ) (તા. ભુજ), તા. 14 : પરિવારની મહત્વતાથી સમાજને અવગત કરાવવા અને સંયુક્ત પરિવારની ભાવનાને વિકસાવનારા ઉદેશથી દર વર્ષે 15 મેના વિશ્વ પરિવાર દિવસની ઉજવણી કરાવામાં આવે છે. વર્તમાન સમયે સંયુક્ત કુટુંબ પ્રથા  વિલુપ્ત થવાના આરે ઊભી છે સંયુક્ત કુટુંબ પ્રથા વિસરાવવા લાગતાં અનેક પ્રકારની સમસ્યાના સર્જન સાથે સામાજીક રીત રીવાજોના અનુકરણ ન થવા સહિતના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે ત્યારે ભુજ તાલુકાનો મોટા વાલ્કાનો એક એવો પરિવાર છે કે જે સાત દાયકાથી માળાના મણકાની જેમ પરોવાયેલો છે. સંયુક્ત ના બદલે વિભક્ત પરિવારો વધવા લાગતાં અનેક સામાજીક-પારિવારિક પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. ત્યારે વાલ્કાનો પરિવાર સાચા અર્થમાં ઉદાહરણ રૂપ બની રહ્યો છે. વાલ્કા મોટાના મરહુમ હાજીખાન ઇબાહીમ સુમરાના વિશાળ વટવૃક્ષ જેવો 50 જણાનો પરિવાર એક છત એક ચુલે અને સાથે ખેતીનો ધંધો સંપ સુલેહથી કરે છે. પાંચ પુત્રો તેમની પત્નીઓ, પુત્રો, પુત્રીઓ, પુત્રવધુ, પૌત્રોને પૌત્રી સહિત 50 જણનો પરિવાર સિતેર વર્ષથી એક માળામાં મણકાની જેમ સદભાવનાથી રહે છે. સુમરા પરિવાર કુટેવોથી દુર રહી તંદુરસ્ત ઇમાનદારીથી નેક થઇ રહે છે. તેઓ કોમી એકતા અને ભાઇચારા સાથે તમામ વર્ગના લોકો સાથે ભળીને રહે છે. તેથી આ પરિવારના મોભી મરહુમ હાજીખાન ઇબ્રાહીમ વાલ્કા મોટામા 1985થી 2001 સુધી બિનહરીફ સરપંચ પદે આરૂઢ રહ્યા હતા. પાંચ પુત્રો પૈકી મોટા પુક્ષ મામદ હાજીખાન ગામના મુસ્લિમ સમાજના મુતવલી છે. બીજા પુત્ર ઓસમાણ હાજીખાન 2012થી 17 સુધી સરપંચ રહી ચુકયા છે. હાલમાં તેઓ ઘડાણીના તાલુકા પંચાયત સદસ્ય છે. ત્રીજા ઇબ્રાહીમ હાજીખાન, ચોથા મુબારક હાજીખાનને પાંચમાં આમદ હાજીખાન છે. પરિવારમાં વડીલ 65 વર્ષના છે અને નાની ઉમરની ઓસમાણ હાજીખાનની પૌત્રી બેનઝીર બે મહિનાની છે આજના જમાનામાં બે ભાઇઓ પણ સાથે રહી શકતાં નથી તો પુત્રો પણ મા-બાપને રાખવા તૈયાર નથી હોતા ત્યારે આ પરિવાર સંયુક્ત કુટુંબનું એક જીવંત ઉદાહરણ છે. આ વિસ્તારમાં સુમરા પરિવાર ખાન બાપાના પરિવારથી ઓળખાય છે. પરિવારમાં આમદ હાજીખાનના પુત્ર હુશેન આમદ બખ મલાખડાના શોખીન છે વૃદ્ધાશ્રમોમાં મુકવામાં બાપને મોકલતા યુવાઓને આ પરિવાર એક અનોખો સંદેશ આપી રહ્યું છે. ઓસમાણ હાજીખાને જણાવ્યું કે દરેક ધર્મના મારા બાળકોને પોતાનો પરિવાર સાથે રહી પોતાના ધર્મનું પાલન કરે તો આપણા દેશની સંસ્કૃતિ જળવાયેલી રહેશે. સુમરા સમાજના પ્રમુખ અલાના ભુંગર સુમરાને પુછતા આ બાબતે જણાવ્યું કે સુમરા પરિવાર વર્ષોથી સંપ, સુખેથી રહે છે. દાદી સુમરી પાસે દુઆ કરતા કહ્યું કે આવો જ સંપ બધા ધર્મના પરિવારની સાથે ભાઇચારો કાયમ રહે તેમ છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer