વણોઈની સીમમાં ઝાડ પર યુવતીએ ફાંસો ખાઈ જીવ દીધો

ગાંધીધામ, તા. 14 : રાપર તાલુકાના વણોઈ સીમમાં કોઈ કારણસર સોનબાઈ સીધીકભાઈ નોડે (ઉ.વ.19)એ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. તેમજ શિણાયમાં  પણ અગમ્ય  મુદ્દે મનસુખ રામજી  ડાંગી (ઉ.વ. 22)એ ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી. બીજી તરફ ભુજના હરિપર રોડ સ્થિત બીએસએફ કેમ્પ સામે આજે સવારે પીટી દરમ્યાન રંગાસ્વામી વાસુદેવન (ઉ.વ. 55)ને છાતીમાં દુ:ખાવો ઉપડતાં મોત થયું છે. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યું  હતું કે,  મૃતક સોનબાઈએ પોપટ પુનરાજ શાહના  ખેતરમાં  ઝાડની ડાળીમાં  દુપટ્ટા વડે  ગઈ કાલે 5થી 8 વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાધો હતો. હતભાગી એ  કયાં કારણોસર  આવું પગલું ભર્યું  હશે તે સહિતની દિશામાં  પોલીસે  વધુ તપાસ  આરંભી છે.આત્મહત્યાનો વધુ એક બનાવ શિણાયના વાઘમશી ફળિયામાં બન્યો હતો. મનસુખભાઈ નામના  યુવાને પોતાનાં ઘરમાં ગત તા. 13/5ના 00.30 વાગ્યાના સુમારે  ગળે ટુંપો ખાઈ લેતા તેમને સારવાર માટે લવાયા હતા.દરમ્યાન ફરજ ઉપરના તબીબ ડો. જેમીન રામાણીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ છાનબીન  હાથ ધરી છે. ભુજના હરિપર રોડ સ્થિત બીએસએફ કેમ્પસમાં આજે સવારે વોટર વિંગની પીટી દરમ્યાન આજે કેમ્પસમાં રહેતા અને અહીં છેલ્લા એક માસથી એએસઆઈ તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય રંગાસ્વામી વાસુદેવનને છાતીમાં દુ:ખાવો ઉપડતા પ્રથમ સૈનિકોની હોસ્પિટલમાં અને બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમં લઈ અવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ કરુણ ઘટનાથી બીએસએફ કેમ્પસના અધિકારીઓ તથા જવાનોમાં ગમગીની છવાઈ હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer