વરસાણા હત્યા પ્રકરણમાં ઓરિસ્સાનો શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના વરસાણાના હત્યા પ્રકરણમાં સ્થાનિક પોલીસે વધુ એક તહોમતદારની ધરપકડ  કરી  હતી. વરસાણાના ચૌધરી ટિમ્બર પાસે ગત. તા. 14/1/2019ના  નાણાકીય લેતી-દેતી મુદ્દે થયેલી હત્યાનો  બનાવ અંજાર પોલીસના ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં પોલીસે અગાઉ ત્રણ આરોપી પૈકી બે આરોપીની  ધરપકડ કરી હતી. તાજેતરમાં સ્થાનિક પોલીસ ટીમે  છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપી કાલિયા પંડાબ બિસ્વાલને  ઓરિસ્સાના ગંજમ જિલ્લામાંથી પકડી પાડયો હતો. આ માટે ઓરિસ્સા પોલીસ ટીમનો પણ નોંધપાત્ર સહકાર સાંપડયો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer