વાયોર પોલીસને અજાણ્યો મૂક-બધિર કિશોર મળ્યો : વાલી-વારસ સંપર્ક કરે

ભુજ, તા. 14 : અબડાસા તાલુકાની વાયોર પોલીસને અંદાજે 10 વર્ષનો અજાણ્યો બોલી કે સાંભળી ન શકતો કિશોર મળ્યો છે. આથી આ કિશોરના વાલી-વારસોએ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. ગત તા. 9-5ના શરીરે પાતળા બાંધાનો ઘઉં વર્ણનો પીળા અને વાદળી રંગનું ટી-શર્ટ તથા વાદળી પેન્ટ પહેરેલ અંદાજે 10 વર્ષનો અજાણ્યો કિશોર મળી આવ્યો હતો જે બોલી કે સાંભળી શકતો નથી જેના વાલી-વારસો મળી ન આવતા બાળકને ચિલ્ડ્રન હોમ ભુજ ખાતે રાખવામાં આવ્યો છે. આ બાળકના વાલી-વારસે વાયોર પોલીસ (02831-285335) તથા ભુજ પોલીસ કન્ટ્રોલ રૂમ (02832-253593)નો સંપર્ક કરવા પોલીસ અધિક્ષકની કચેરીની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer