માતાની સ્મૃતિમાં માધાપર (યુ.કે.)ના દંપતી દ્વારા 95 મોતિયાનાં મફત ઓપરેશન કરાવાયાં

માતાની સ્મૃતિમાં માધાપર (યુ.કે.)ના દંપતી દ્વારા 95 મોતિયાનાં મફત ઓપરેશન કરાવાયાં
ભુજ, તા. 13 : માધાપર (યુ.કે.) સ્થિત દંપતીએ માતાની સ્મૃતિમાં ભુજની ઇન્નરવ્હીલ કલબના માધ્યમથી લાયન્સ હોસ્પિટલ ખાતે કચ્છના 95 દર્દીઓનાં આંખનાં મોતિયાનાં વિનામૂલ્યે ઓપરેશન કરાવ્યાં હતાં. આ સમયે માધાપર (યુ.કે.)ના માવજીભાઇ લક્ષ્મણ ગોવિંદ કેરાઈ અને રાધાબેને એક આંખની શત્રક્રિયાની જાહેરાત કરી હતી તો ઇન્નરવ્હીલ કલબના મંજુલાબેન ઉપાધ્યાયે 75, ભારતીબેન ઠક્કરે 10, ચંદ્રિકાબેન ઝરિયાવાળાએ 10 ડાયાલિસીસ તેમજ અન્ય સભ્યોએ મળી કુલ્લ 101 ડાયાલિસીસ માટે અનુદાન આપ્યું હતું. લાયન્સ હોસ્પિટલમાં અ.નિ. અમરબાઇ મેઘજીભાઇ લાછાણીના આત્મશ્રેયાર્થે દાતા મેઘજીભાઇ રૂડાભાઇ લાછાણી (માધાપર) દ્વારા સમગ્ર કચ્છના આંખના દર્દીઓને આવરી લઇને 95 લોકોના ઓપરેશન કરાવ્યાં. કેમ્પનું ઉદ્ઘાટન તેમના પુત્ર મનજીભાઇ મેઘજીભાઇ લાછાણી તથા તેમના પત્ની કુંવરબેન (માધાપર-યુ.કે.)એ કર્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારના અ.નિ. અમરબાઇના પુત્રી ગં.સ્વ. નાનુબેન અરજણ વોરા તથા દેવુબેન અરજણ ગોરસિયા ઉપસ્થિત રહ્યા હતા. વ્યક્તિવિશેષ તરીકે ધનજીભાઇ વેકરિયા, અરજણભાઇ ગોરસિયા, વિશ્રામભાઇ લાછાણી, વિશ્રામભાઇ વોરા, જાદવજીભાઇ વોરા, અતિથિવિશેષ પદે રોટરી પ્રમુખ અભિજિતભાઇ ધોળકિયા, ઇન્નરવ્હીલ કલબના ચાર્ટર્ડ સભ્ય બિંદુબેન જોશી, કમળાબેન વ્યાસ, મીનાબેન ધોળકિયા, ભારતીબેન ઠક્કર, પ્રેમિલાબેન ઠક્કર, હર્ષાબેન કોટક, સુનંદાબેન વસા, સુષ્માબેન પંડયા, શિલાબેન ભટ્ટ, ભાવનાબેન ભટ્ટ, અમિતાબેન સંઘવી, નયનાબેન શાહ વિગેરે સદસ્યો તેમજ દુબઇ સ્થિત અશોકભાઇ દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતા, પ્રોજેકટ ચેરમેન શૈલેશભાઇ ઠક્કર, ઇન્નરવ્હીલના પ્રમુખ પલ્લવીબેન ઠક્કર, લાયન્સ પ્રમુખ વિપુલભાઇ જેઠી, મંત્રી અજિતસિંહ રાઠોડ, ખજાનચી અનુપભાઇ કોટક, નવીનભાઇ મહેતા, શૈલેન્દ્રભાઇ રાવલ, અભય શાહ, વ્યોમાબેન મહેતા વગેરે દાતા પરિવાર તેમજ મહેમાનોને આવકાર્યા હતા અને સન્માન કર્યું હતું. સંચાલન પ્રફુલ્લભાઇ શાહે અને આભારવિધિ ઇન્નરવ્હીલના મંત્રી સંધ્યાબેન વોરાએ કર્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer