નલિયા બરોડા બેન્ક મઢી સાંકડી, ગ્રાહકો ઝાઝા

નલિયા બરોડા બેન્ક મઢી સાંકડી, ગ્રાહકો ઝાઝા
નલિયા, તા. 13 : અબડાસાના આ મુખ્ય મથકે બેંક ઓફ બરોડા શાખાનાં મકાનમાં જગ્યા સાંકડી પડતી હોઇ બેંકિંગ કામકાજ માટે ગ્રાહકોને બેંકથી બહાર લાઇન લગાડવી પડે છે. તેમાંય દેનાબેંક બી.ઓ.બી.માં મર્જ થતાં ખાતેદારોની સંખ્યામાં ખાસો એવો વધારો થયો છે. ખાતેદારોની સંખ્યા વીસ હજારથી વધુ છે. આખા તાલુકાના ખાતેદારોના આ બેંકમાં એકાઉન્ટ છે, પણ બેંકમાં ગ્રાહકો માટે જગ્યા ઓછી હોતાં 5થી 8 ગ્રાહક નાણાકીય લેવડ-દેવડ માટે માંડ અંદર આવી શકે છે. બાકીના ગ્રાહકોને પોતાના વારાની તડકામાં પ્રતીક્ષા કરવી પડે છે. અગાઉ બી.ઓ.બી. જ્યાં કાર્યરત હતી તે મકાન મોટું હતું. પણ બેંક મર્જ થયા પછી દેનાબેંકના મકાનમાં બી.ઓ.બી. કાર્યરત થતાં ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બેંકના સત્તાધીશો પાસે સ્થાનિકે લોકો રજૂઆત કરે છે. તેમ છતાં બેંકના સત્તાધીશો કંઇ દાદ આપતા નથી અસહ્ય તાપથી બચવા બેંકથી  બહાર છાંયડાના શેડ ઊભા કરવા, બેસવા માટે પથ્થરની બેંચો રાખવાની માગણી કરાઇ છે. આમ તો રવિવારની રજા હોય અથવા કોઇ રજા હોય તેનાં બીજા દિવસે બેંકની બહાર ભારે ધસારો થાય છે અને બેંકની બહારથી સોસાયટીમાં જવાનો 10થી 12 ફૂટની પહોળો રસ્તો છે, પણ રસ્તા પર ગ્રાહકોનો ભારે જમાવડો થતાં એ વિસ્તારના રહીશોને આવવા-જાવવાની કનડગત થાય છે. બેંકના મોટા ભાગના ગ્રાહકોની ફરિયાદ કોઇ સાંભળતું નથી. એટલું જ નહીં લોકપાલ સુધી કોઇ પહોંચતું નથી પરિણામે ગ્રાહકોની સમસ્યા યથાવત્  રહી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer