ડોણમાં નવીનીકરણ પામેલી પ્રા. શાળા ગામની દસ્તાવેજી ઇ-ડાયરીનું લોકાર્પણ

ડોણમાં નવીનીકરણ પામેલી પ્રા. શાળા ગામની દસ્તાવેજી ઇ-ડાયરીનું લોકાર્પણ
ભુજ, તા. 13 : માંડવી તાલુકાના ડોણ ગામે 1961માં દાતા સ્વ. વેદાંત રાજેન્દ્ર દયારામ તથા હરિલાલ પોપટલાલ દ્વારા નિર્મિત અને જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાનું પ્રિન્સ પરિવારવાળા દાતા લાછબાઇ શામજી કોરશી છેડા અને જયંતભાઇ શામજી કોરશી છેડા દ્વારા નૂતનીકરણ કરાતાં આજે લોકાર્પણ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યના અધ્યક્ષપદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે દાતાઓ અને પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. અધ્યક્ષીય ઉદ્બોધનમાં ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, સૌથી મોટું દાન વિદ્યાદાન છે. ગામના વિકાસમાં સમસ્ત સમાજ ભાગીદાર બને તો ગામનો વિકાસ ખૂબજ ઝડપી થાય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને યાદ કરતાં કહ્યું કે, તેમણે બેટી બચાવો બેટી પઢાવો દ્વારા મહિલાઓને અગ્રિમતા આપીને સામાજિક વિકાસમાં ભાગીદાર બન્યા છે. ગ્રામજનો અને દાતાઓ દ્વારા ડો. નીમાબેનનું સન્માન કરાયું હતું. ડોણ ગામની ડોક્યુમેન્ટ્રી ડાયરી તેમજ રાજ્ય કક્ષાની કોન્ટેકટ ઇ-ડાયરીનું લોકાર્પણ કરાયું હતું. જિ.પં. પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું કે, માદરે વતન પ્રત્યે દાતાઓ  જે પ્રેમ વરસાવી રહ્યા છે તેમને શુભેચ્છા આપી હતી. પ્રાસંગિક પ્રવચન જિ.પં. કારોબારી ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી અને અગ્રણી અરવિંદભાઇએ કર્યા હતા. આ પ્રસંગે શાળાના સંપૂર્ણ નૂતનીકરણના દાતા જયંતભાઇ સામજીભાઇ છેડા તેમજ પરિવાર સભ્યો ખાસ હાજર રહ્યાં હતાં. મંચ પર જિ.પં. જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષા જયાબેન પટેલ, જિલ્લા સા. ન્યાય સમિતિ ચેરમેન કેશવજીભાઈ રોશિયા, જિ.પં. સભ્ય ગંગાબેન સેંઘાણી, માંડવી તા. ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, માંડવી તા. પં. ન્યાય સમિતિ ચેરમેન ઝવેરબેન ચાવડા, તા.પં. સદસ્ય જશુબેન પટેલ, જિ. શિક્ષણ અને તાલીમ ભવન આચાર્ય સંજયભાઇ ઠાકર, તા. શિ. અધિકારી કમલેશભાઇ કટારિયા, ટીડીઓ વી.બી. ગોહીલ, જિ.પ્રા. શિક્ષણ સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, માંડવી તા.પ્રા. શિક્ષણ સંઘના પ્રમુખ આશાભાઇ રબારી, ડોણ-રાજડા સરપંચ મંજુલાબેન મારૂ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય સૌરભભાઇ છાડવા, મહાજન ટ્રસ્ટી કિરણભાઇ, અગ્રણી અશોકભાઇ, પરાગભાઇ, વિપુલભાઇ,  વસંતભાઇ ગઢવી, રામશીભાઇ ગઢવી, મનુભા જાડેજા, પૂર્વ આચાર્ય અમિતભાઇ, જ્યોતેશ્વર દામના રવિગિરિ બાપુ, કોડાયના રાણશીભાઇ ગઢવી, શિરવા સરપંચ પરેશભાઇ ભાનુશાલી, અગ્રણી મનોજભાઇ મકડાણી, મનસુખભાઇ મારૂ, રફિકભાઇ? રાયમા, શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વિશ્રામભાઇ ગઢવી અને વિક્રમસિંહ પઢિયારએ  તથા આભારવિધિ તરલાબેન છેડાએ કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer