સામાજિક ક્રાંતિ તરફ ગરવા સમાજની આગેકૂચ : શિક્ષણક્ષેત્રે જાગૃતિ આણવા સંકલ્પ લેવાયો

સામાજિક ક્રાંતિ તરફ ગરવા સમાજની આગેકૂચ : શિક્ષણક્ષેત્રે જાગૃતિ આણવા સંકલ્પ લેવાયો
વસંત પટેલ દ્વારા - કેરા, (તા. ભુજ), તા. 13 : તાલુકાના બળદિયા ગામે અખાત્રીજના ગરવા બ્રાહ્મણ સમાજ પૂર્વ વિભાગ દ્વારા પ્રેરિત અને સમુહલગ્ન સમિતિ દ્વારા આયોજિત તૃતિય સમુહલગ્નોત્સવની  ઉજવણી કરવામાં આવી હતી 11 નવયુગલએ પ્રભુતામાં પગલા માંડયા હતા. આ પ્રસંગે સમગ્ર સમાજે નવી પેઢીમાં શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ જાગૃતિ માટે સંકલ્પ લીધો હતો કન્યા કેળવણીના માધ્યમે સમાજ ક્રાંતિ સૂત્ર પ્રસારિત કરાયું હતું.  પૂર્વ વિભાગ સમાજના પ્રમુખ રામજીભાઈ મુછડીયા મહામંત્રી એડવોકેટ કુલદીપ ગાજણે નવપરિણીત યુગલોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, પારૂલબેન કારા, ત્રિકમભાઈ વાસણભાઈ આહિર, રઘુવીરાસિંહ જાડેજા, જાદવજીભાઈ ગોરસીયા, જગદીશભાઈ હાલાઈ, સુમીટુમો કેમીકલ કંપની ગજોડ જનરલ મેનેજર કિરણભાઈ ચાંદવાણી સાથે ઓફીસર એન્ડ આશાપુરા પરફોકલે લેરના શ્રી ત્રિપાઠી  તેમજ અધિકારીઓ, ડી.આર. ચૌધરી (માનકુવા પોલીસ ઈન્સ્પેક્ટર) રહ્યા હતા. બળદિયા ગ્રામ પંચાયતના તલાટી દિનાબેન પરમાર દ્વારા લગ્નના દિવસે લગ્નનોંધણીના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.  સંત  કૃષ્ણવંદનગીરી (કપિલ આશ્રમ-માધાપર), રામગીરી બાપુ (ત્રિકમ સાહેબ મંદિર કુકમા) એ આશીર્વચન પાઠવ્યા હતા. સમુહલગ્નના પ્રમુખ શાંતિલાલ ગાજણ, કાર્યકારી પ્રમુખ ખીમજીભાઈ જોગલ, મહામંત્રી નિરંજન મુછડીયા, સહમંત્રી દિનેશ મુછડીયા, ખજાનચી રામજીભાઈ શેખા, ઓડીટર મુરજીભાઈ જોગલ તેમજ કારોબારી સમિતિએ જહેમત ઉઠાવી હતી. બળદિયા ગરવા નવયુવક મંડળ, માધાપર નવયુવક મંડળ, બળદિયા ગરવા સમાજ મહિલા મંડળએ  વિશેષ સેવા આપી હતી. સોના ચાંદી દાગીનાથી માંડીને અંદાજે 60 જેટલી ઘરવખરી ચીજવસ્તુ કન્યાદાન પેટે દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે રવીભાઈ ગરવા, શિવજીભાઇ મંગરીયા, શિવુભા જાડેજા, હિતેશ સોની, ગોપાલ ગોરસીયા, કલ્યાણભાઈ વરસાણી, સહદેવાસિંહ જાડેજા, પ્રાણભાઈ ગરવા, રમણીક ગરવા, વાલજીભાઈ કોલી, વિનોદભાઈ મકવાણા, મનજીભાઈ વિંઝોડા, પરેશ સોલંકી, રાજેશભાઇ ગરો, જીતુભાઈ શ્રીમાળી, ભરતભાઈ બડગા, દાનાભાઈ બડગા સહિતનાએ હાજરી આપી હતી. સમાજની દિકરીઓ જયશ્રી ગરવા, શીતલ ગરવા, દિપસા ગરવાએ પ્રાસંગિક ઉદબોધન કરી, આવા કાર્યોમાં સમાજની દિકરીઓ પણ આગળ આવે એવી શીખ આપી હતી. સમુહલગ્નના મુખ્ય દાતાઓ અરજણભાઈ ભુડીયા (માધાપર), ત્રિકમભાઈ વાસણભાઈ આહિર (રતનાલ), પારૂલબેન રમેશ કારા, કલ્યાણભાઈ લાલજી જેસાણી, મનોજભાઈ સોલંકી (રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમા), કે.બી. સંજોટ (એડવોકેટ રામપર વેકરા) એ એમ શ્રીમાળી  શંકર પરમાર (ભીમાસર) રહ્યા હતા. લગ્નવિધિ પ્રેમજીભાઈ ગાજણ, હિરજીભાઈ રૂપાણી, નરેન્દ્ર મનહર શેખા, અમૃતભાઈ રૂપાણીએ સંપન્ન કરાવી હતી. સંચાલન નિરંજન હીરજી મુછડીયા (બળદિયા) નવીન ખીમજી જોગલ (માધાપર) એ કર્યુ હતુ. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer