સમૂહ લગ્નોથી એકતા વધે છે અસમાનતા ઘટે છે

સમૂહ લગ્નોથી એકતા વધે છે અસમાનતા ઘટે છે
કાઠડા (તા. માંડવી), તા. 13 : મોંઘવારી અને દેખાદેખીના જમાનામાં લગ્ન ઉત્સવનાં ખર્ચાઓથી મધ્યમ પરિવાર ઉપર આર્થિક બોજ વધે છે, સમુહ લગ્ન થકી સમય અને શક્તિ બચે છે અને આવા આયોજનો થકી એકતા વધે છે અને અસમાનતા ઘટે છે. ચારણ સમાજ અગ્રણી વિરેન્દ્રભાઇ કાનાણીએ સોનલધામ કાઠડા ખાતે નવમાં સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિઓને આશીર્વાદ સમારોહને સંબોધતા કહ્યું હતું. કાઠડા ચા.સ. પ્રમુખ દેવાંગભાઇ વિઝાણીએ જણાવ્યું કે, લગ્ન જીવન સારું હશે તો સામાજિક જીવન સારું રહેશે જેથી શક્તિત્વના આંગણે અને અગ્નિની સાક્ષીએ બંધાયેલ બંધન વધુ મજબૂત બનશે. સોનલધામ અધ્યક્ષ જાદવજીભાઇ ગઢવીએ જણાવ્યું કે, સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો સમાજ માટે આશીર્વાદ રૂપ હોવાનું કહ્યું હતું. ડો. રામભાઇ ગઢવી (ભુજ), લખમશી બાપા વાડિયા, માંડવી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભચુભાઇ, કાઠડા સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ રામભાઇ સાખરા વગેરે અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા. પૂર્વ સંધ્યાએ મીરાબેન આહીર, મહેશભાઇ ગઢવી દ્વારા રાસ ઉત્સવ યોજાયો હતો. વિધિ વિધાન સંજય એમ. જોશી (માંડવી) વાળાની આગેવાની હેઠળ કરાયા હતા. સોનલધામ અધ્યક્ષ જાદવભાઇ ગઢવીનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં છ યુગલ પ્રભુતામાં પગલા માંડયા હતા. ગોપાલભાઇ ગઢવી, મયુરભાઇ ગઢવી, માજી સરપંચ ભારુભાઇ ગઢવી, દિનેશભાઇ લાખાણી, મોહનભાઇ ગઢવી વગેરે અગ્રણી હાજર રહ્યા હતા. લગ્નગીત વાલબાઇબેન ગઢવી, ગીતાબેન ગઢવી (મુંબઇ), હાંસબાઇબેન રામ, રમીલાબેન ગઢવીએ રજૂ કર્યા હતા. વ્યવસ્થા સમિતિના રામ ગઢવી, હરજીભાઇ પાસ્તા, ભાવેશભાઇ ગઢવી, પુનશીભાઇ ગઢવીની આગેવાની હેઠળ યુવાનોએ સંભાળી હતી. દાતાઓ દ્વારા નવદંપતીઓને ભેટ-સોગાદ અપાઇ હતી. સંચાલન દેવાંગભાઇ વિઝાણી અને આભારવિધિ મધુસુદન કારિયાએ કરી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer