એકતરફી મેચમાં બેંગ્લોરને હરાવી પંજાબ પ્લેઓફની રેસમાં

મુંબઇ, તા. 13 : આઇપીએલ 2022ની આજની એકતરફી મેચમાં બેંગ્લોરને 54 રને હરાવી પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાં ફરી હતી. આજની જીત સાથે પંજાબ કિંગ્સના 12 મેચ સાથે 12 પોઇન્ટ થઇ ગયા છે. ટોસ હારીને પહેલી બેટિંગમાં પંજાબ કિંગ્સે 20 ઓવરમાં નવ વિકેટ ખોઇ?209 રન બનાવ્યા હતા જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 9 વિકેટે 155 રન બનાવી શકી હતી જેમાં સૌથી વધુ 35 રન ગ્લેન મેક્સવેલના મુખ્ય હતા. આ મેચમાં વિરાટ?કોહલી પોતાનું ફોર્મ મેળવી શક્યો નહોતો અને 20 રન બનાવી આઉટ થઇ?ગયો હતો. પંજાબ વતી કગિસો રબાડાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. કેપ્ટન ફાફ ડુપ્લેસીસ પણ કંઇ ઉકાળી શક્યો નહોતો. તેણે આઠ દડામાં માત્ર?10 રન બનાવ્યા હતા. મહિપાલ લોમરોર-6, રજત પાટીદાર-26, દિનેશ કાર્તિક-11, શાહબાઝ અહમદ-9, હર્ષલ પટેલ-11, હસરંગા-1, મોહમદ સિરાઝ-9 અને જોશ?હેઝલવૂડે 7 રન બનાવ્યા હતા. કગિસો રબાડાએ ત્રણ, ઋષિ ધવન અને રાહુલ ચહરે બે-બે તથા હરપ્રિત બ્રાર અને અર્શદીપસિંહે એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ જોની બેયરસ્ટો અને પછી લિયામ લિવિંગસ્ટનની જોરદાર ફટકાબાજીથી પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ 20 ઓવરના અંતે 9 વિકેટે 209 રનનો મોટો સ્કોર ખડકયો હતો. લિવિંગસ્ટન અને બેયરસ્ટોએ આક્રમક અર્ધસદી કરીને અનુક્રમે 70 અને 60 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. લિવિંગસ્ટને 42 દડાની ઇનિંગ્સમાં 4 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બેયરસ્ટોએ માત્ર 29 દડાની ઇનિંગ્સમાં 4 ચોગ્ગા અને 7 આતશી છગ્ગા ફટકારીને રનનું રમખાણ સર્જ્યું હતું. રનની સુનામી વચ્ચે આરસીબીના સ્પિનર હસારંગાને કિફાયતી બોલિંગ કરીને 4 ઓવરમાં ફકત 1પ રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષલ પટેલે 34 રનમાં 4 વિકેટ લીધી હતી. તેણે ઇનિંગ્સની આખરી ઓવરમાં ફકત 4 રન જ કરવા દીધા હતા અને લિવિંગસ્ટનની વિકેટ લીધી હતી. બીજી તરફ આરસીબીના મુખ્ય ઝડપી બોલર હેઝલવૂડ ભારે ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 64 રન લૂંટાવ્યા હતા. પંજાબે પાવર પ્લેની 6 ઓવરમાં જ 83 રન કરી લીધા હતા. બેયરસ્ટો અને ધવન (21) વચ્ચે પહેલી વિકેટમાં 30 દડામાં 60 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. કપ્તાન અગ્રવાલ (19)નો સહયોગ મળ્યો હતો. આ બન્નેએ ચોથી વિકેટમાં 3પ દડામાં પ1 રનને ઉમેરો કર્યો હતો.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer