જુનિયર શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌરભ - ઇશાની જોડીને ગોલ્ડ

નવી દિલ્હી, તા. 13 : જર્મનીમાં ચાલી રહેલી જુનિયર શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય જોડી સૌરભ ચૌધરી અને ઇશા સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ પણ ભારતીય જોડી પલક અને સરબજોત સિંહના ફાળે આવ્યો છે. આ ઉપરાંત, 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ સ્પર્ધામાં રમિતા અને પાર્થ મખીજાની જોડીએ રજત ચંદ્રક જીત્યો છે. વર્લ્ડ જુ. શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં 4 ગોલ્ડ અને 6 સિલ્વર મેડલ જીત્યા છે. સૌરભ-ઇશા ઉપરાંત શિવા નરવાલ, રુદ્રાક્ષ પાટિલ અને પલકે ગોલ્ડ પર નિશાન તાક્યાં છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer