ભુજના હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં ટપાલ વિતરણ ખોરવાયાની ફરિયાદ

ભુજ, તા. 13 : ટપાલીઓની ઘટને લીધે અગાઉ જ વિતરણને લઈને નાનીમોટી સમસ્યાઓથી પીડાતા ભુજના હોસ્પિટલ રોડ, મુંદરા રિલોકેશન સાઈટ સહિતના વિસ્તારોમાં હાલ ટપાલ-કવરોનું વિતરણ ખોરવાઈ ગયાની ફરિયાદો ઉઠી છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર અગાઉ જ ભુજના વધતા વિસ્તારને જોતાં ચારથી પાંચ ટપાલી ઓછા છે ત્યાં હવે ઉપરથી એવો આદેશ આવ્યો છે કે કોઈ પોસ્ટમેન રજા પર જાય તો રજાના સમય દરમ્યાન નવા કર્મચારીને ફરજ સોંપવાને બદલે શહેરમાં કાર્યરત ટપાલી પર જ એ વિસ્તારોનું ભારણ નાખી દેવું એટલે કે ડબલ ચાર્જ આપી દેવો જેને લીધે હાલ ભુજમાં ટપાલીઓની બીટ નંબર 12 હેઠળના હોસ્પિટલ રોડ,મુંદરા રિલોકેશન સાઈટ સહિતના વિસ્તારોમાં ટપાલ વિતરણ ખોરવાઈ ગયું છે. મનીઓર્ડરોમાં વિલંબ થઈ રહ્યો છે. કોઈના ઈન્ટરવ્યુના કોલલેટર સમયસર પહોંચતા નથી. સાદી ટપાલોના વિતરણના ઠેકાણા નથી એવી ફરિયાદો ઉઠી છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer