અબડાસાના 50 ગામને 19 કરોડના ખર્ચે નવી પાણી યોજના મળવાની હતી, પણ ક્યારે ?

નલિયા (તા. અબડાસા), તા. 13 : અબડાસાના ગ્રામ્ય વિસ્તારનાં પચાસથી વધુ ગામોને સાંકળતી રૂા. 19 કરોડથી વધુ ખર્ચે નિર્માણ પામનારી સૂચિત સુધારેલી પાણી પુરવઠા યોજનાનાં કામને મંજૂરી તો મળી પણ આ કામ આગળ ન વધતાં યોજનાની ફાઇલો સંભવત: ઉપલી કચેરીએ અભેરાઇ પર ચડાવી દેવામાં આવી હોવાની છાપ ઊભી થઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાયોર હેડવર્ક, મીઠી અને રામપર (અબડા)ના સંપ સાથે સંલગ્ન આ યોજનાનું મૂળ કદ રૂા. 12 કરોડનું હતું, તે પછી રિવાઇઝ્ડ એસ્ટિમેટ બન્યા પછી મહિનાઓ સુધી સુધારેલી યોજના મૂર્તિમંત ન બનતાં ગામડાંઓમાં પાણી વિતરણની વ્યવસ્થા હયાત પાઇપલાઇનથી કાર્યરત તો છે પણ સંગીન નથી કેમ કે ઘણા બધા ગામોને જોડતી પાણીની લાઇન જૂની હોવા ઉપરાંત પાણીની લાઇનમાં અનેક ઠેકાણે ગાંડા બાવળ કે અન્ય જંગલી વનસ્પતિનાં મૂળિયા ઊગી  નીકળ્યા છે.કેટલાક ગામોને જોડતી પાઇપલાઇનથી પાણી પહોંચાડાય છે, પણ બીડ અને લોખંડ  પ્રકારની આ પાઇપલાઇન જૂની હોવાથી કટાઇ જવાની સાથે પાઇપલાઇનની અંદર ધૂળ જમાં થઇ જતાં ગામડાંઓમાં પાણીનો ફ્લો ઓછો થઇ જતાં આ રીતે પાણી વિતરણ વ્યવસ્થાને અવરોધ ઊભો થાય છે. આ સ્થિતિ નિવારવા પા.પુ. બોર્ડે સુધારેલી યોજનાને મંજૂરી તો આપી પણ કામ આગળ ન વધતાં યોજનાના નિર્માણ અંગે પ્રશ્નાર્થ ખડો થયો છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer