પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં ફોજદારોની બદલી

ગાંધીધામ, તા. 13 : પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં નવા પોલીસવડા આવ્યા બાદ આજે પૂર્વ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી.પૂર્વ કચ્છમાં એકાદ મહિના પહેલાં નવા પોલીસવડાની અન્ય જિલ્લામાંથી અહીં બદલી થઇ હતી. તેમની અહીં નિમણૂક થયા બાદ બી-ડિવિઝનના કહેવાતા ડી-સ્ટાફને વેરવિખેર કરી નાખવામાં આવ્યો હતો અને લગભગ તમામની અન્યત્ર બદલી કરવામાં આવી હતી. આ સાફસૂફી બાદ આજે પૂર્વ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો. બી-ડિવિઝનના પી.આઇ. કે.પી. સાગઠિયાની કંડલા એરપોર્ટ, સી.પી.આઇ. અંજાર એસ.એન. કરંગિયાની ભચાઉ, લાકડિયાના એમ.એન. દવેની એલ.આઇ.બી. ગાંધીધામ, એલઆઇબીમાં રહેલા વી.કે. ગઢવીની રાપર, મહિલા ગુના નિવારણ યુનિટમાં ફરજ બજાવતા એ. જી. સોલંકીની સાયબર ક્રાઇમ, રાપરના એમ.એન. રાણાની એલસીબીમાં, કંડલા એરપોર્ટના એમ.એમ. જાડેજાની કંડલા મરિન, સાયબર ક્રાઇમના પી.એન. ઝિંઝુવાડિયાની ગાંધીધામ બી-ડિવિઝનમાં બદલી કરવામાં આવી હતી. તેમજ માનવ તસ્કરી વિરોધી એકમ (એએચટીયુ)માં ફરજ બજાવતા  એ.બી. પટેલની એ-ડિવિઝન, લીવ રિઝર્વમાં રહેલા એન.એમ. ચૂડાસમાની મહિલા ગુના નિવારણ યુનિટ, એસ.ડી. સિસોદિયાની એએચટીયુમાં, ગાંધીધામના એ-ડિવિઝનમાં ફરજ બજાવતા હીનાબેન કે. હુંબલની મહિલા પોલીસ મથકે, ભચાઉના આર.આર. વસાવાની લાકડિયા તથા કંડલા મરિનના સી.ટી. દેસાઇની અંજાર સીપીઆઇ તરીકે બદલી કરવામાં આવી હતી. તેમજ અજમાયશી મદદનીશ પોલીસ અધીક્ષક આલોકકુમારનો તાલીમ તબક્કો પૂર્ણ થઇ રહ્યો હોવાથી તેમનો ભચાઉનો ચાર્જ પી.આઇ. એસ.એન. કરંગિયાને સ્વતંત્ર રીતે સંભાળવા આદેશ કરાયો હતો.એસ.ઓ.જી.માં ફરજ બજાવતા એસ.એસ. દેસાઇને એલ.સી.બી.ના વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer