ભુજની 27 લાખની ચોરીમાં આરોપી યુવતીના ભાવિ સસરાયે જેલહવાલે

ભુજ, તા. 13 : શહેરમાં બિલ્ડર રાજ હરેશભાઇ કતિરાના ઘરમાંથી કામવાળી દ્વારા રા. 27 લાખની માલમતાની ચોરીના કેસમાં કામવાળી આશાબેન ભીખાભાઇ મકવાણા પછી તેના ભાવિ સસરા ગઢશીશા (માંડવી)ના શંકરભાઇ ગાભાભાઇ ચૌહાણને પણ રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીના હવાલે જેલમાં મોકલી અપાયા છે.અત્રેના એ-ડિવિઝન પોલીસ દ્વારા આરોપી આશાબેન મકવાણાની ધરપકડ અને તેના બે વખત રિમાન્ડ બાદ તેને જામીન નામંજૂર થવા સાથે જેલહવાલે કરાઇ હતી. તેની પૂછતાછમાં ખૂલેલી વિગતોના આધારે પોલીસે આશાબેનના સગપણ જેની સાથે થયેલા છે તે યુવાનના પિતા ગઢશીશાના શંકરભાઇ ચૌહાણની ધરપકડ કરી તેના એક દિનના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ બાદ તેના જામીન પણ નામંજૂર કરી જેલહવાલે કરવાનો આદેશ કરાયો હતો.ચોરાઉ માલમતાની રકમ બેન્કમાં જમા કરાવવી અને તેના વડે રોકડેથી ગાડી ખરીદવા ઉપરાંત ગુનાની ગંભીરતા કેન્દ્રમાં રાખી શંકર ચૌહાણના જામીન કોર્ટએ નામંજૂર કર્યા હતા. આ અંગેની સુનાવણીમાં સરકાર વતી મદદનીશ સરકારી વકીલ અરાવિંદભાઇ તડવી અને ફરિયાદ પક્ષના વકીલ તરીકે અમિત એ. ઠક્કર રહ્યા હતા.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer