અંગ્રેજી દારૂના કેસ અન્વયે મકડાનો શખ્સ પાસામાં : સુરત જેલના હવાલે કરાયો
ભુજ, તા. 13 : અંગ્રેજી પ્રકારના દારૂના કેસમાં સંડોવાયેલા માંડવી તાલુકાના મકડા ગામના દિલીપાસિંહ જીલુભા જાડેજાને પાસા તળે પકડી તેને સુરતની જિલ્લા જેલમાં મોકલી અપાયો હતો.સતાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ અંગ્રેજી દારૂના કેસમાં આવી ગયેલા મકડાના દિલીપાસિંહ જાડેજા માટે પાસાની દરખાસ્ત તૈયાર કરીને મોકલાતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તેને મંજુરી અપાયા પછી પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ પાસા તળે ધરપકડ કરી હતી.ધરપકડ બાદ આરોપીને સુરતની જિલ્લા જેલ ખાતે મોકલી અપાયાનું સાધનોએ ઉમેર્યું હતું.