કિડાણા જુગારધામ: છ મહિલા ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 13 : તાલુકાના કિડાણામાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી છ મહિલા ખેલીઓને પકડી પાડી હતી.યોગેશ્વરનગર મકાન નં.66માં  રહેતા  આરોપી મનહરબા અજીતસિંહ જાડેજા  પોતાના  ઘરમાં બહારથી ખેલીઓ  બોલાવી  જુગાર રમી રમાડી નાલ ઉઘરાવતા હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં  મનુબા ઉર્ફે મનહરબા અજીતસિંહ જાડેજા, સજનબા સરદારસિંહ પરમાર, પુરબાઈ ઈબ્રાહીમ રાઠોડ, ચંદાબેન દિનેશભાઈ આસવાણી, ભગવતીબેન મુળજીભાઈ પ્રજાપતી, હિરબાઈ કાનજીભાઈ  મહેશ્વરી કાયદાની ઝપટે ચડયા હતા.જુગાર રમવાના આરોપસર પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડા રૂા. 46,500,  ચાર મોબાઈલ ફોન કિં. રૂા. 11 હજાર,  સાથે કુલ રૂા. 57, 500 તથા જુદા-જુદા રંગના 20 ટોકન સહિતનો મુદામાલ કબ્જે લેવાયો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer