પદ્ધર-ભચાઉ ધોરીમાર્ગે ચાલતી ગાડીમાંથી 3.86 લાખના ટાયર ચોરાયા

ગાંધીધામ, તા. 13 : ભુજ તાલુકા પદ્ધરથી ભચાઉ તરફ જતા ધોરીમાર્ગે ચાલતા વાહનમાંથી તસ્કરો રૂા. 3,86,088 લાખની કિંમતના  ટાયર  ચોરી કરી ગયા  હોવાનો મામલો ભચાઉ  પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસ સૂત્રોએ એ.આર.સી. લિ.ના ટ્રાફિક  મેનેજર જગદીશપ્રસાદ રામેશ્વરલાલ ચૌધરીની ફરિયાદને ટાંકીને કહ્યંy હતું કે, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. કંપનીના  લોડરના અર્થે મેક્સના 20 .5 આર 25ના  ટાયર  નં. 14 ટેઈલર  નં. આર. જે. 09 જી.સી. 5641માં ભરીને રવાના  કરાયા હતા. દરમ્યાન ગત તા. 23/4ના રાત્રિના 22થી 23.55 સુધીના ગાળામાં પદ્ધરથી એન.કે. ઠક્કર પેટ્રોલપંપ  વચ્ચે ધોરીમાર્ગ ઉપર  અજાણ્યા ઈસમો ચાલુ વાહનમાંથી બે ટાયર ચોરી ગયા હતા. ચાલક પેટ્રોલ ભરાવા ઊભા રહેતાં ચોરીનો મામલો  સપાટી ઉપર આવ્યો હતો.ચોરીનાં આ કૃત્યને અંજામ આપનારાને શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer