શિકરા પાસે અજ્ઞાત વાહન હડફેટે આધેડનું મૃત્યુ
ગાંધીધામ, તા. 13 : ભચાઉ તાલુકાના શિકરા ગામ નજીક અજાણ્યા વાહનની હડફેટે ચડતાં ગોવા રત્નાભાઇ રબારીનું મોત થયું હતું. શિકરા નજીક બંધડીવાળા માર્ગ ઉપર ગત તા. 8/5ના રાત્રે 11 વાગ્યા પહેલાં આ અકસ્માત સર્જાયો હતો. ચિત્રોડમાં રહી અને ગામડાંઓમાં ફરીને પોતાનું ગુજરાન ચલાવતા આધેડ ગોવા રબારી આ માર્ગ ઉપર પગપાળા જઇ રહ્યા હતા ત્યારે કોઇ?અજાણ્યા વાહને તેમને હડફેટમાં લીધા હતા. ઘવાયેલી હાલતમાં તેમને સારવાર અર્થે ભચાઉ, પછી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાતાં તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ?જવાયા હતા જ્યાં તેમણે તા. 11/5ના સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગોવા રબારીના કુટુંબી ભાણેજ પબાભાઇ ગોવા રબારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.