પાટિલે ગુજરાત ભાજપમાં નવો ઉત્સાહ જગાવ્યો છે

દેશના રાજકારણમાં ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતના મોડેલને નમૂનારૂપ તરીકે રજૂ કરવામાં આવતું રહ્યંy છે. રાજ્ય સરકારની કામગીરીથી માંડીને પક્ષના સંગઠનના લોકો સુધીના જીવંત સંપર્કો માટે ગુજરાત મોડેલ ભારતીય જનતા પક્ષ માટે સફળતાની ચાવી બની રહ્યંy છે.  જો કે, સતત જીત અને લગભગ હરીફાઇના અભાવને લીધે પક્ષ અતિ આત્મવિશ્વાસમાં આવી ન જાય તે માટે સજાગ ભાજપના મોવડી મંડળે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સી.આર. પાટિલના માથે નાખી છે.  સમાન્ય રીતે મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્રના નેતાને આવી ખાસ જવાબદારી સોંપાતી હોય છે તેવામાં રાજ્યના દક્ષિણી છેવાડાના સુરતના `સી.આર. સાહેબ' તરીકે જાણીતા આ કાબેલ નેતાને પ્રદેશ પ્રમુખનો હવાલો સોંપાયો ત્યારે આરંભમાં ઊભી થયેલી આશંકાઓ જોતજોતાંમાં ધોવાઇ ગઇ છે.આ વર્ષ જ્યારે વિધાનસભાની ચૂંટણીઓનું છે ત્યારે ભાજપ જેવા રાજકીય પક્ષના છેવાડાના કાર્યકરો અને નેતાઓ સુધી તમામ સ્તરે નવો ઉત્સાહ જગાવવાની કમર શ્રી પાટિલે કસી છે. 20મી જુલાઇ 2020ના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા ત્યારથી અત્યાર સુધી શ્રી પાટિલે તેમના માથે નખાયેલી જવાબદારી અને વિશ્વાસને સાર્થક કરવા રાત-દિવસ એક કર્યા છે. નવસારી લોકસભામાં સતત બે મુદતથી ચૂંટાતા આવેલા ભાજપના આ સતત સક્રિય પ્રદેશ અધ્યક્ષે સરકાર અને સંગઠન વચ્ચેનાં સંકલનને મજબૂત કરવા પર સતત ધ્યાન આપ્યું છે.  તેમણે રાજ્યનો વ્યાપક પ્રવાસ કરીને સંગઠનને જરા પણ ગાફેલ ન રહેવા અને સતત સાબદા રહેવાનો મંત્ર આપ્યો છે.એક અદના પોલીસકર્મી તરીકે કારકિર્દી શરૂ કરનાર શ્રી પાટિલે 1989માં ભારતીય જનતા પક્ષમાં જોડાઇને રાજકારણમાં પદાર્પણ કર્યું હતું ત્યારથી સંગઠનની સાથે તેમનો ગાઢ નાતો રહ્યો છે.2009માં તેઓ નવસારીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડયા હતા અને 1.32 લાખ મતની સરસાઇથી વિજયી બન્યા હતા.પોતાના સંસદીય મતવિસ્તારમાં સાંસદના આદર્શ ગામ યોજનાના અસરકારક અમલને લીધે લોકપ્રિય શ્રી પાટિલે માત્ર નવસારી જ નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.  સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગને નડતા પ્રશ્નોનાં નિરાકરણ, સુરતમાં વિમાન મથકને કાર્યરત કરીને દેશ વિદેશ સાથેની હવાઇસેવાઓ શરૂ થાય તેમાં તેમણે નિર્ણાયક કાર્યવાહી કરી હતી પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે સંગઠનનાં માળખાંમાંથી આવતી રજૂઆતોનો સરકાર સાથે સંકલન દ્વારા ઉકેલ આણવા તેમણે સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે.રાજ્ય સરકારનો વિકાસ છેવાડાના વિસ્તાર સુધી પહોંચે અને અસરકારક રીતે તે અનુભવી શકાય તે માટે સતત પ્રયત્નશીલ રહેલા પ્રદેશ અધ્યક્ષે કાર્યકરો અને નેતાઓમાં ખરા અર્થમાં ઉત્સાહનો સંચાર કર્યો છે.  ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મોડેલને સાર્થક રાખવામાં તેમની સક્રિય ભૂમિકા સતત રહેલી છે. આગામી ગણતરીના મહિનામાં રાજ્યમાં ચૂંટણીનો માહોલ ખડો થશે ત્યારે ભાજપને બેટલ રેડી રાખવામાં સી.આર. પાટિલની મહેનત ઊગી નીકળશે એવો કાર્યકર્તાઓને વિશ્વાસ છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer