પાંચ ટકા વધુ વળતર માટે ઓનલાઇન આશરો લેનારાને દેખાય છે ચકરડું

ભુજ, તા. 13 : પાંચ ટકા વધુ વળતર મેળવવા ઓનલાઇનનો આશરો લેનારા ભુજવાસીઓને નગરપાલિકાની સાઇટને બદલે ચકરડું જ  દેખાય છે. રૂબરૂ ધક્કો ખાનારાને 10 ટકા જ્યારે ઓનલાઇન ભરનારાને 15 ટકા વળતરની લોભામણી ઓફરને પગલે મોટાભાગના લોકો મોબાઇલમાં ઇ-નગર ડાઉનલોડ કર્યા પછી ચકરડું ફરતું જોઇને થાક્યા છે. પાંચ ટકા વધુ વળતરની લાલચે વેરો ભરવાનો ધક્કો ન ખાતા હોવાથી સુધરાઇની વેરાની આવક ઉપર અસર પડી રહી છે. સુધરાઇ અને વેરો ભરનારા બંનેની હાલાકી નિવારવા સુધરાઇ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ?રહી નથી તેવો રોષ લોકોમાં વ્યાપી રહ્યો છે. `ઇ-નગર ગુજરાત' નામ હોવાથી વેરો ભરવાની મુશ્કેલી સંભવત: રાજ્યભરમાં ઉદ્ભવી હોવાનું મનાઇ રહ્યું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer