મુંદરા પોર્ટ પર દેશના સૌથી મોટા કન્ટેનર જહાજનું સંચાલન

મુંદરા, તા.28 : મુંદરા પોર્ટ પર શુક્રવારે ફ્રેન્ચ કેરિયર સીએમએ, સીજીએમ, એસએના કાફલાના સૌથી મોટા કન્ટેનર જહાજો પૈકીનું એક `એપીએલ રફ્ફલ્સ' ડોક પર લાંગરાયું હતું. અદાણી સીએમએ મુંદરા ટર્મિનલ પ્રા.લિ. (એસીએમટીપીએલ) ખાતે મુકાયેલું આ જહાજ કોઈપણ ભારતીય બંદરે આવેલું સૌથી મોટું કન્ટેનર જહાજ બન્યું છે.અદાણી પોર્ટ અને સેઝના જણાવ્યાનુસાર, આ સિંગાપોરના ધ્વજ સાથેના 2013માં નિર્માણ પામેલાં જહાજની લંબાઈ 397.88 મીટર છે. એપીએલ રફ્ફલ્સ 51 મીટરની પહોળાઈ ધરાવે છે અને 17,292 ટીઈયુ માલ વહનની ક્ષમતાથી સજ્જ છે. તેની ઊચાઈ 76.2 મીટર છે.