કર્ણાટકમાં કચ્છીની સો મિલમાં આગથી લાકડું-મશીનો સ્વાહા

કર્ણાટકમાં કચ્છીની સો મિલમાં આગથી લાકડું-મશીનો સ્વાહા
વિથોણ (તા. નખત્રાણા), તા. 28 : કર્ણાટકના ગુરમીટકલ ખાતે કચ્છીની સો મિલમાં આગના બનાવમાં લાખોનું કિંમતી લાકડું સ્વાહા થયું હતું, એટલું જ નહીં મશીનરી સહિત મોટું નુકસાન સહન કરવું પડયું છે. કચ્છમાં મોટી વિરાણીના પુરુસોત્તમભાઇ?છાભૈયાની સો મિલમાં વહેલી સવારે આઠ વાગ્યે આગ લાગી હતી. ભૂસો સળગવાથી આગ ભભૂકી ઊઠી હતી. અગ્નિશમન દળ પહોંચે તે પહેલાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી સો મિલ આગની ચપેટમાં આવી ગઇ હતી.સો મિલમાં લાખોનો વેરાયેલો તૈયાર માલ પડયો હતો અને ગોળ લાકડાનો જથ્થો પણ હતો. સ્થાનિક લોકોએ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ પ્રસરી રહી હોવાથી નજીક જવું મુશ્કેલ હતું. આગ લાગી તે પૂર્વે સો મિલ માલિક પુરુસોત્તમભાઇ?પણ હાજર હતા અને આગની તીવ્રતા જોઇ અન્ય લોકોને બોલાવ્યા હતા, પરંતુ ત્યાં સુધી આગની જ્વાળાઓ અને ધુમાડો પ્રસરી ગયો હતો.ભયાનકતા જોઇને અગ્નિશામક દળને બોલાવવામાં આવ્યું હતું. દમકલ આવે તે પહેલાં આગથી લગભગ આખી સો મિલ ભસ્મીભૂત બની ગઇ હતી. આગના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા અને આજુબાજુના સો મિલ માલિકો પુરુસોત્તમભાઇને ધરપત આપવા પહોંચી ગયા હતા.આગને કારણે બંને બેન્સા, એમરી મશીન, લાખોની કિંમતના કિંમતી લાકડા, એક ટુ વ્હીલર, એક ફોર વ્હીલર ગાડીને પણ?આગ ભરખી ગઇ હતી. કોરોનાકાળમાં માંડ માંડ?વ્યવસાય કરતા પુરુસોત્તમભાઇ ઉપર હાલ મોટી આફત ઊતરી છે. લગભગ બધું જ આગ ભરખી ગઇ?હોવાનું જાણવામાં આવ્યું છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer