આનંદદાયી રમતોથી કેરા-કુંદનપર ગાજ્યાં

આનંદદાયી રમતોથી કેરા-કુંદનપર ગાજ્યાં
કેરા (તા. ભુજ), તા. 28 : આ ગામે વિવિધ આનંદદાયી પારિવારિક રમતો દ્વારા અનોખી રીતે રમતોત્સવ યોજાયો હતો અને નિર્દોષ આનંદ મેળવાયો હતો. આ પ્રસંગે પંચાયતના નવા સરપંચ, ઉપસરપંચ, સભ્યો, વિવિધ સમાજોના સન્માન યોજાયા હતા, વિકાસનો કોલ અપાયો હતો. કુંદનપર લેવા પટેલ યુવક સંઘ આયોજિત આનંદદાયી રમતગમતના આયોજનમાં પાંચથી પંચોતેર વર્ષના ગ્રામજનોએ એક સાથે એક મેદાન પર રમી નિર્દોષ આનંદ મેળવ્યો હતો. સંગીત ખુરશી, દોડ, ખો-ખો, ફુગ્ગા ફોડ, લખોટી, સિક્કા શોધ સહિત અનેક પ્રકારની રમતોનું આયોજન કરાયું હતું. જેમાં 500થી વધુ  સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કુન્દનપર લેવા પટેલ સ્પોર્ટસ સંકુલના મુખ્ય દાતા સ્વ. પુત્રો અરવિંદ અને સ્વ. ધનસુખની સ્મૃત્તિમાં મૂળ બળદિયાના લંડનવાસી દાતા કલ્યાણભાઇ રવજી વેકરિયા, ધ.પ. અમૃતબેન દ્વારા પ્રોત્સાહન અપાયા હતા. ગામે આ પરિવારનો આભાર મેદાન વિકાસ માટે માન્યો હતો. આ પ્રસંગે નવનિર્વાચિત સરપંચ મદનગિરિ ગોસ્વામી, ઉપસરપંચ ગિરિરાજસિંહ જાડેજા, સભ્યો ડો. દિનેશ પાંચાણી, શાંતાબેન શૈલેષભાઇ ભુવા, જ્યોત્સનાબેન મહેશ્વરી, પુરબાઇ હાલાઇ, હમીર રતુને સ્થાનિક વોર્ડમાં સૌથી વધુ સરસાઇ (245 મત)થી વિજેતા મંજુલાબેન વિનોદ કેરાઇએ આવકારતાં બન્ને ગામોનો આભાર માન્યો હતો. કેરા-દહીંસરા રસ્તો પહોળો અને નવો ડામર તથા નર્મદાના પીવાના પાણીની માંગ મંજૂર થઇ તે નવી પંચાયતના પ્રથમ કામ હોવાની વાત પેનલના પ્રણેતા રવજીભાઇ કેરાઇએ કરી હતી. આગામી સમયમાં કેરા-કુન્દનપરના તમામ કામો સમાનતાથી ઝડપભેર આગળ વધશે તેવી ખાતરી ન માત્ર ગામ પણ ચોવીસીના રાજકીય આગેવાન નવીનભાઇ પાંચાણીએ આપી હતી. શિક્ષણ ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઇ પાંચાણીએ ગામનો ઇતિહાસ તાજો કરતાં સૌએ સંપ રાખવા શીખ આપી હતી. સ્મશાન ટ્રસ્ટના નિવૃત્ત થતા પ્રમુખ લાલજી વાગડિયા અને વિશ્રામભાઇને વિદાય સન્માન અપાયું હતું. આ પ્રસંગે ખોજા સમાજના આબીદઅલી, મહેશ્વરી સમાજના પ્રમુખ ભરતભાઇ આયડી, મહેન્દ્ર જોગી, તાલુકા સભ્ય ડાહ્યાભાઇ મહેશ્વરી, મહાવીર જાડેજા સહિતના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુંદરા-માંડવી ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજાએ, સાયબર સેતુએ સૌને શુભેચ્છા-સાથની ખાતરી આપી હતી. આયોજનમાં કુન્દનપર યુવક સંઘના નીલેશ વાઘજી કેરાઇ, દીપક શામજી પીંડોરિયા અને યુવા ટીમે શાળાના આચાર્ય-શિક્ષકોના સહયોગે રમતગમત યોજી હતી. સ્થિર પંચાયતની આશાએ ગ્રામજનોએ નવીનભાઇ પાંચાણી, રવજી કેરાઇનો આભાર માન્યો હતો.

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer