ભુજમાં ભારતમાતાનું પૂજન કરાયું : ચિત્રકારોએ સર્જ્યા ક્રાંતિવીરોનાં ચિત્રો

ભુજ, તા. 28 : રંગમંચ અને લલિત કલાઓને સમર્પિત સંસ્કાર ભારતી અને ભારત વિકાસ પરિષદ ભુજના સંયુક્ત ઉપક્રમે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતમાતાનું પૂજન ભુજ શહેરના હમીરસર કાંઠે કરાયું હતું.આ કાર્યક્રમમાં ચિત્રકારોએ વીર સાવરકર, અહલ્યાબાઇ હોલકર, મેડમ કામા, ઝવેરચંદ મેઘાણીના ચિત્રોનું સર્જન કર્યું હતું. આ પ્રસંગે નગરજનો માટે એક કેનવાસ પણ રાખવામાં આવેલ જ્યાં નગરજનોએ પોતાના આઝાદી પ્રત્યેના શબ્દોમાં અભિવ્યક્ત કરી અને ક્રાંતિકારીઓના ચિત્રો દોરેલાં. ગાયત્રી ફેબ્રિકેશનના દિલીપભાઇ લુહારે ભારતીય સેનાના શત્રોનું લોખંડના વેસ્ટમાંથી બેસ્ટનું નિર્માણ કરેલું, જેનું પ્રદર્શન રખાયું હતું. ભારતમાતાની સામૂહિક આરતી પણ કરાઇ હતી. ચિત્રકારો અલ્પાબેન વાસાણી-ભુજનું દિલીપ દેશમુખે, દિલીપભાઇ વાઘેલા-નખત્રાણાનું નવીનભાઇ વ્યાસે, બલરામભાઇ મહેશ્વરી-સિનુગ્રાનું નવીન હલપાણીએ, નીતિનભાઇ સુથાર-સુખપરનું સુરેશભાઇ છાંગાએ સન્માન કર્યું હતું. સંસ્કાર ભારતીના અને ભારત વિકાસ પરિષદના હોદ્દેદારોએ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.