કાસેઝ ખજૂર ચોરી પ્રકરણમાં બે તહોમતદારોની ધરપકડ

ગાંધીધામ, તા. 28 : કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર (કાસેઝ)ના ખજૂર ચોરી પ્રકરણમાં સ્થાનિક  બી-ડિવિઝન પોલીસે બે તહોમતદારોની  ધરપકડ કરી તેની પાસે રૂા. 10,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. કાસેઝના વેરહાઉસ નં. 415માંથી ગત તા. 22/11થી તા. 10/12 સુધીના સમયગાળા દરમ્યાન  ખજૂરના બોક્ષ નં. 33 કિ.ગ્રા. 693 કિં રૂા. 1,75,329ની ચોરી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ બનાવમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે ઈમરાન ઈબ્રાહીમ કટિયા (રહે. સો ચોરસ વાર, કિડાણા) તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી ખજૂર બોક્ષ નં. 2 કિ.ગ્રા. 42 કિં. રૂા. 10500નો મુદ્દામાલ પરત લેવાયો& હતો. આ કૃત્યમાં સામેલ કિડાણાના અન્ય આરોપી ઈરફાન મામદ ચાવડા, અકબર હાસમ ખલીફા અને અમજદ ગુલાબખાન પઠાણને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. આ કામગીરીમાં પી.આઈ. કે.પી. સાગઠિયાના માર્ગદર્શન તળે સ્ટાફગણ જોડાયો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer