સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 28 : સોશિયલ મીડિયાનાં માધ્યમમાં વાંધાજનક પોસ્ટ મૂકનાર અંજાર તાલુકાના રામપરના શખ્સ સામે કંડલા પોલીસ મથકે ગુનો દર્જ થયો હતો.તુણામાં આજે સવારે 10 વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગેતુણા પીરવાડીમાં રહેતા રશીદ સિધિક ચેલા (મુસ્લિમ)ની ફરિયાદને ટાંકીને પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે આરોપી કાનજી રબારી (રહે. રામપર)એધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનો વીડિયો બનાવીને પોતાના મોબાઈલના વોટ્સએપના સ્ટેટસમાં મૂકીને વહેતો કર્યો હતો. કંડલા પોલીસે  તહોમતદાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતની કલમ તળે ગુનો નોંધીને આગળની તપાસ આરંભી છે. આ કૃત્ય કરનારા આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer