ચૂંટણીમાં સહયોગ ન દેવા મુદ્દે ધાકધમકી સાથે ગાળાગાળી : કિસ્સો દરશડીનો

ભુજ, તા. 28 : ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં સહયોગ ન આપવાના મુદ્દે મનદુ:ખ રાખીને ગાળાગાળી સાથે ધાકધમકી કરવામાં આવી હોવાનો કિસ્સો માંડવી તાલુકાના દરશડી ગામે બન્યાનો મામલો પોલીસ દફતરે નોંધાયો છે. ગત તા. 20મીના સાંજે બનેલા આ બનાવ બાબતે ભોગ બનનારા દરશડીના ગોપાલ રાજા મેઘાણી પટેલએ ગામના જ મહિપતાસિંહ રામસંગજી જાડેજા સામે ગઇકાલે ગુનો દાખલ કરાવ્યો હતો. ગઢશીશા પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer