કચ્છમાં વિક્રમી 4પ8 દર્દીઓ ચેપમુક્ત : 206 નવા સંક્રમિત

ભુજ તા 28: રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોના સંક્રમણમાં તબક્કાવાર રાહત મળવાનું શરૂ થયું હોય તેમ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડા વચ્ચે જેટલા નવા કેસ નોંધાયા તેનાં બમણાથી પણ વધુ દર્દીઓએ સાજા થઈ કોરોનાને મહાત આપતાં સક્રિય કેસમાં રાહતરૂપ ઘટાડો થયો હતો. શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ કેસ નોંધાયા, તો મરણાંક સ્થિર રહેતાં એ બાબત પણ રાહતરૂપ પુરવાર થઈ હતી. જિલ્લામાં વિક્રમી 4પ8 દર્દીઓ સાજા થયા તો નવા 206 કેસ નોંધાતાં સક્રિય કેસ ઘટીને 1468 થયા છે.ગુરુવારની તુલનાએ નવા સંક્રમિતોની સંખ્યામાં 37નો ઘટાડો થયો, તો સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં 2પ1નો ઉલ્લેખનીય ઉછાળો આવ્યો હતો. ભુજ શહેરમાં 28 અને તાલુકામાં પપ સાથે 83 તો ગાંધીધામ શહેર તાલુકામાં પ4, અંજારમાં 4પ, મુંદરામાં 14, ભચાઉ અને નખત્રાણામાં 3, માંડવીમાં 2 તો અબડાસા અને રાપરમાં  1 કેસ સાથે 206 નવા કેસનો વધારો થયો હતો. તો ભુજમાં 139, ગાંધીધામમાં 120, અંજારમાં 86, મુંદરામાં 36, નખત્રાણામાં 26, ભચાઉમાં 16, માંડવીમાં 1પ, અબડાસા અને લખપતમાં 10 મળી 4પ8 દર્દીઓ ચેપમુક્ત થયા હતા.પ્રજાસત્તાક પર્વે જેટલા નવા કેસ નોંધાયા તેનાથી વધુ દર્દીઓ સાજા થયા બાદ એકાંતરા દિવસ પછી એવું બનવા પામ્યું કે નવા સંક્રમિતો કરતાં લગભગ અઢી ગણા દર્દીઓ સાજા થયા હતા. રાજ્ય અને દેશમાં પણ કોરોનાની ત્રીજી લહેરનો ડંખ હવે નબળો પડી રહ્યો છે, ત્યારે કચ્છમાં પણ હવે કેસમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. રસીકરણની વાત કરીએ તો 18 વર્ષથી વધુ વયજૂથમાં જિલ્લાના દસેય તાલુકામાં 4પ41 લોકોનું રસીકરણ કરાતાં કુલ રસી લેનારા લોકોની સંખ્યા પહેલા ડોઝ લેનારાઓની 16.83 લાખ અને બન્ને ડોઝ લેનારાની સંખ્યા 14.63 લાખ થઈ છે. બૂસ્ટર ડોઝ લેનારા લોકોનો આંક હવે 40,371 થયો છે. અત્યાર સુધી લગભગ 60 ટકાથી વધુને પ્રિકોશન ડોઝ તળે આવરી લેવાયા છે. નોંધનીય છે કે જિલ્લાના આરોગ્ય અધિકારીએ 31 જાન્યુઆરી સુધી કેસમાં આ રીતે વધારો ઘટાડો આવતો રહેશે તેવી શકયતા દેખાડી હતી. એ જ રીતે તબીબી ક્ષેત્રના નિષ્ણાતોએ પણ ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયા સુધીના સમયગાળાને કોરોના સંક્રમણને લઈ અતિ સંવેદનશીલ ગણાવ્યો હતો. કોરોના સંક્રમણમાં શરૂ થયેલો આ ઘટાડાનો દોર હવે અવિરત જારી રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ તરફ સંક્રમણમાં ઉતાર ચડાવ વચ્ચે નવી ગાઈડલાઈનમાં પણ ભુજ અને ગાંધીધામ રાત્રિ કર્ફ્યૂમાંથી ફરી એકવાર બચી ગયા હતા.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer