કચ્છના ડામર માર્ગનાં 200 કરોડનાં કામ અટક્યાં

ભુજ, તા. 28 : રસ્તાના ડામરના ચાલુ કામોમાં ભાવવધારાની માંગ સાથે કચ્છ સહિત રાજ્યના કોન્ટ્રાકટરોએ મંત્રી પૂર્ણેશ મોદી તેમજ સચિવને રજૂઆત કરી હતી. કચ્છનાં અંદાજે ર00 કરોડનાં ડામર રોડનાં કામો અટકયાં છે.કચ્છ કોન્ટ્રાક્ટર એસોસીએશનના મંત્રી પંકજભાઈ ઠક્કરે જણાવ્યું કે તેમના ઉપરાંત કચ્છમાંથી સમીરભાઈ અને દરેક જિલ્લાનાં સંગઠનના એક-બે જણના પ્રતિનિધિમંડળે સેક્રેટરીને વિગતવાર રજૂઆત કરી હતી. આ પ્રતિનિધિમંડળને મંત્રી અને સેક્રેટરીએ જોઈએ છીએ એવું આશ્વાસન આપ્યું હતું.હાલે સરકારનાં ટેન્ડર ભરવાનું બંધ છે. કચ્છ સહિત રાજ્યના રસ્તાનાં કામો રાખતા કોન્ટ્રાકટરોએ સરકારને ઓનલાઈન ટેન્ડરિંગ માટેની કન્સ્ટ્રકશન કંપનીની રજિસ્ટર્ડ ફી જમા કરાવી દીધી છે. ટેન્ડરમાં ડામરના ટનના રૂા. 42 હજારના ભાવ ભર્યા હતા. અત્યારે ટનનો ભાવ 55 હજાર થઈ ગયો. અન્ય  મટિરીયલ્સમાં પણ 25થી 30 ટકા ભાવવધારો થઈ ગયો. બીપીસીએલ અને એચપીસીએલ વાર્ષિક ટેન્ડર લાખ ટનનો ભાવ કાઢે પછી ટેન્ડર ન કાઢે. માલ ચાર મહિનામાં પૂરો થઈ જાય તો માલ મુંબઈથી મગાવવો પડે. સરકારે આયાતી ડામર ખરીદવાની કેન્દ્ર સરકારને મનાઈ કરી છે. રસ્તાનાં કામમાં રોજ દોઢથી બે ટેન્કર ડામર જોઈએ તે સામે આઈઓસીમાં ટેન્કર પાંચથી છ દિવસે ભરાય.જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો. સરકાર માર્ચના ટેન્ડર જૂનમાં મંજૂર કરે તો ચોમાસામાં કામ થાય નહીં. જેમનું કામ 80થી 90 ટકા થયું હોય તે પૂરું કરે, પણ કામ ચાલુ ન કર્યું તેને 10 ટકા પેનલ્ટી લાગે.હાલના ભાવવધારાથી 25 ટકા ખોટ ખાવી પડે, તે સામે પેનલ્ટી 10 ટકા ભરવી એવું કોન્ટ્રાક્ટરો મન મનાવી કામો કરતા નથી. આથી જિલ્લા પંચાયત તથા રાજ્ય મા.મ. વિભાગનાં મળી અંદાજે 200 કરોડનાં કામો અટકયાં છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer