જાહેરનામાંને નવ માસ છતાં ખેત મજૂરો લઘુતમ વેતન ચૂકવણીથી વંચિત

ભુજ, તા. 28 : રાજ્ય સરકારે જાહેર કરેલા ખેતમજૂરો માટે લઘુતમ વેતનધારા મુજબ ખેતમજૂરોને તેની ચૂકવણી થાય અને આ માટેના જાહેરનામા અંગે કાર્યવાહી કરવાની માંગ સાથેનો આવેદનપત્ર જિલ્લા કલેકટરને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અપાયો હતો.રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ગુજરાત પ્રદેશ અગ્રણી નીલ વિજોડાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં ખેતમજૂરો માટે વર્ષોથી જુદા જુદા લઘુતમ વેતન નક્કી કરવામાં આવતા હતા અને સદર લઘુતમ વેતનમાં કાસ મોંઘવારી ભથ્થા જોડવામાં આવતા નહોતા તે સંદર્ભે મજુર અધિકાર મંચની વારંવારની રજૂઆતો અને પેરવીને ધ્યાને લઇ રાજ્ય સરકારના શ્રમ  વિભાગે તા. 30-3-2021ના ખેતમજુરો માટે લઘુતમ વેતન જાહેરનામાંથી જાહેરનામાંથી જાહેર કરેલ છે. અને લાખો કામદારોને તે જાહેરનામા અસરકર્તા અને લાભ કરતા છે. આ જાહેરનામાં જાહેર થયેથી આશરે નવ માસ જેટલો સમયવીતી ગયો હોવા છતાં આજદિન સુધી જમીની સ્તર ઉપર તેનો અમલ થયેલ નથી.આ સાથે સામેલ જાહેરનામાની નકલ અમલીકરણ માટે આપના તાબા હેઠળના તમામ ગામોનો તલાટી/સરપંચને મોકલી આપી જરૂરી સૂચન/ આદેશ કરવામાં આવે જેથી ખેત મજુરો/ ભાગ્યા મજૂરીના કામદારોને તેઓએ કરેલ મજુરી કાયદેસર રીતે ચુકવાય. આપના જિલ્લાના તમામ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, સરકારી શ્રમ અધિકારી તેમજ નાયબ કલેકટર તેમજ અધિક કલેકટર તથા પ્રાંત અધિકારીઓ અમલવારી સંદર્ભે નિરીક્ષણની જવાબદારી દેખરેખ માટે સૂચન, આદેશ, હુકમ કરવામાં આવે.રાજ્યમાં જમીન ધરાવતા ખેડૂતો, માલિકો જેઓ પોતે ખેતીની કામગીરીમાં સીધેસીધા જોડાયેલા નથી તેઓને કાયદેસરની લઘુતમ વેતનધારા મુજબની મજુરી ચૂકવવી ના પડે તેના બદઇરાદાસર ભાગની ખેતી જેવા ઉપજાવી કાઢેલા ગેરકાયદેસરની પ્રથા આદરે છે અને તેઓની આ પ્રથાના કારણે મોટા ભાગના ગરીબ વંચિત એવા પ્રવાસી આદિવાસી કામદારો અપ્રિતમ શોષણનો ભોગ બને છે તેવો આવેદન પત્રમાં આક્ષેપ કરી ગરીબ વંચિત શોષીત પીડીત આદિવાસી, અંત્યજ એવા બેરોજગાર સ્થળાંતર કરતા પ્રવાસી કામદારોને જાહેરનામાની અમલવારીથી વંચિત ન રહે તે બાબતે કાયદેસરનો વ્યાજબી આદેશ કરવા માંગ કરાઇ છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer