વાંઢિયામાં કંપનીના સ્ટોરરૂમનું તાળું તોડી 75 હજારની તસ્કરી

ગાંધીધામ, તા. 28 : ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમમાં નવી બનતી કંપનીના સ્ટોરરૂમનાં તાળાં તોડીને તેમાંથી 75,000ના સાધનોની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.વાંઢિયા ગામની સીમમાં એસ.આર.એસ.એસ. એગ્રો પ્રા. લિમિટેડ નામની કંપની કાર્યરત છે. આ કંપની જુદા જુદા વિસ્તારોમાંથી તલની ખરીદી કરી બાદ તેની પ્રોસેસ કરી આ તલની નિકાસ કરે છે. આ કંપની બાજુમાં જ અન્ય પ્રોટીન પ્લાન્ટ નાખવાની કામગીરી કરી રહી છે. આ પ્રોટીન પ્લાન્ટકમાં લગાવવાની મશીનરીના સ્પેરપાર્ટસ સ્ટોરરૂમમાં રાખવામાં આવ્યા હતા.પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ નવી બનતી કંપનીની દીવાલમાં લાગેલી ફેન્સિંગ તોડી તસ્કરો અંદર ખાબકયા હતા. અંદર ઘૂસી આ શખ્સો સ્ટોરરૂમ પાસે પહોંચી ગયા હતા અને આ રૂમનાં તાળાં તોડી અંદર પેઠા હતા. આ રૂમમાંથી એસ.એસ. પાઈપ નંગ-8, એસ.એસ. બેન્ડ પાઈપ નંગ-6, ફલેન્ચ નંગ-પ0, ગિયર મોટર નંગ-9, એસ.એસ. ડ્રમ નંગ-ર, એમ.એસ. પાઈપ નંગ-ર, વાલ્વ નંગ-6, કેબલ બંડલ નંગ-4, એમ.એસ. ગ્રેવિટી સાફટ નંગ-ર, જાળી નંગ-6, કોમ્પ્રેસર ઓઈલ સાથેની સર્કિટ કિટ, વેન્ચુરી નંગ-4, એસ.એસ.ના હોપર નંગ-ર, હલર કવર શીટ નંગ-4, પુલ્લી નંગ-10, ગિયર બોક્ષની ગરારી નંગ-3, ઓટોમેટિક સ્લેટ નંગ-6, મોટર નંગ-4, 100 કિલો નટબોલ્ટ એમ કુલ્લ રૂા.75,000ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ગત તા. 24/1થી 27/1 દરમ્યાન બનેલા આ બનાવ અંગે સંજયકુમાર ધર્મપાલ ગુપ્તાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ તસ્કરો કોઈ મોટું વાહન લઈને ચોરી કરવા આવ્યા હોવાની શંકાના પગલે આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer