ભવાનીપર અને મોથાળાની વચ્ચે ટેમ્પો તળે ભેંસનું મોત

ભુજ, તા. 28 : અબડાસામાં ભવાનીપર અને મોથાળા વચ્ચેના માર્ગ ઉપર આઇશર ટેમ્પોની હડફેટે આવી જવાથી ભેંસનું મૃત્યુ થવાના મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ હતી. નખત્રાણામાં બેરૂ રોડ ખાતે રહેતા માલધારી આશાભાઇ અભુભાઇ રબારીએ આ બાબતે આઇશર ટેમ્પોના ચાલક અરાવિંદ જાદવ સામે નલિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ગઇકાલે સવારે આ કિસ્સો બન્યા બાદ બન્ને પક્ષે સમાધાન ન થતાં અંતે ગુનો દાખલ કરાવાયો હતો. આરોપીની ધરપકડ કરી લેવાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer