કંડલા લોખંડ ચોરી પ્રકરણમાં છ તહોમતદારની ધરપકડ

કંડલા લોખંડ ચોરી પ્રકરણમાં છ તહોમતદારની ધરપકડ
ગાંધીધામ,તા.21:કંડલાના  એક એઁકમમાંથી લોખંડના  એંગલો  અને ચેનલોની  ચોરીનો  ભેદ કંડલા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલીને  છ શખ્સોની ધરપકડ કરી હતી.પોલીસસુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર  આઈ.ઓ.સી.એલ એલ.પી.જી કંપનીના પ્રતિબંધિત વિસ્તારમાં દિવાલમાં  કાણુ પાડીને   કંપનીની અંદરથી લોખંડના એંગલો અને ચેનલ  નં. 60  આશરે  વજન 650 કિલોગ્રામ કિં.રૂા.26650ની  ચોરી  થઈ હોવાનો મામલો  પોલીસ  ચોપડે નોંધાયો હતો.આ પ્રકરણમાં  કંડલા પોલીસે  નવા કંડલાના ઈસ્માઈલ ઓસમાણ કોરેજા, હાજી આમદ નિંગામણા, ઈસ્માઈલ ઈશાક સોતા, હનીફ અબલા સરેચા, કાદર આમદ નિંગામણા, સુલતાન હુશેન સોતાની  ધરપકડ કરી હતી. પકડાયેલા તહોમતદારો  પાસેથી  લોખંડના  એંગલો અને ચેનલો કિં.રૂા.26,650, બોલેરો ગાડી  જીજે.12.બી.ટી.7311 કિ. રૂા. 2.50 લાખ સાથે કુલ રૂા.2.76,650 નો મુદામાલ કબ્જે લીધો હતો. આ કામગીરીમાં  પી.આઈ સી.ટી. દેસાઈ, હે.કો. મહેન્દ્રસિંહ ઝાલા, પો.કો. અજયસિંહ ઝાલા, જયપાલસિંહ પરમાર સહિતનો સ્ટાફગણ જોડાયો હતો.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer