ટી-20 વિશ્વ કપમાં ભારતની પહેલી ટક્કર પાક. સામે

નવી દિલ્હી, તા.21: ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ-2022માં ભારતીય ટીમ તેના અભિયાનનો પ્રારંભ પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે કરશે. ગયા વર્ષે યૂએઇમાં રમાયેલ ટી-20 વિશ્વ કપમાં પણ ભારતનો પહેલો મેચ પાકિસ્તાન વિરૂધ્ધ હતો. જેમાં પાક. ટીમે આઇસીસી વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને હાર આપી હતી. આ વખતે ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે અને ભારત-પાકિસ્તાનની ટક્કર મેલબોર્નમાં થશે.આઇસીસીએ આજે ટી-20 વિશ્વ કપ-2022નો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અનુસાર ટીમ ઇન્ડિયા તેનો પહેલો મેચ પાકિસ્તાન સામે 23 ઓકટબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં રમશે. ટી-20 વિશ્વ કપનો પ્રારંભ 16 ઓકટોબરથી થશે. જ્યારે 13 નવેમ્બરે મેલબોર્નમાં ફાઇનલ મુકાબલો હશે. 9 અને 10 નવેમ્બરે સિડની અને એડિલેડમાં સેમી ફાઇનલ ટક્કર થશે.ટૂર્નામેન્ટમાં કુલ 4પ મેચ ઓસ્ટ્રેલિયાના 7 અલગ-અલગ શહેર એડિલેડ, બ્રિસબેન, લીજોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં રમાશે. ટૂર્નામેન્ટનો પ્રારંભિક મેચ 2014ની ચેમ્પિયન ટીમ શ્રીલંકા વિ. નામિબીયા વચ્ચે 16 ઓકટોબરે રમાશે. ભારતીય ટીમને સુપર-12 રાઉન્ડમાં પાકિસ્તાન, દ. આફ્રિકા, બાંગલાદેશ અને બે કવોલીફાઇ ટીમ સાથે રાખવામાં આવી છે. બીજા ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બે કવોલીફાઇ ટીમ હશે. વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, નામીબિયા, સ્કોટલેન્ડ સુપર-12મા જગ્યા બનાવવા માટે શરૂઆતના કવોલીફાઇર મેચમાં ટકરાશે. અન્ય ચાર ટીમ વિશ્વ કપ પૂર્વે નક્કી થશે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer