પૂજારા-રહાણે પર બીસીસીઆઇના વાર્ષિક કરારમાંથી બહાર થવાનો ખતરો

નવી દિલ્હી, તા. 21: ટેસ્ટ ટીમમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ બે અનુભવી મીડલઓર્ડર બેટસમેન ચેતેશ્વર પુજારા અને અજિંકયા રહાણે પર હવે સેલેરી કપાતનો ખતરો મંડરાઇ રહ્યો છે. અહેવાલ અનુસાર બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાકટમાં બન્નેના ગ્રેડ નીચે આવી જશે અથવા તો પડતા મુકાશે . જયારે કેએલ રાહુલ અને ઋષભ પંતને પ્રમોશન મળી શકે છે. પુજારા અને રહાણે પાછલા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ છે. દ. આફ્રિકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં પણ તેમનું ખરાબ પ્રદર્શન ભારતને ભારે પડયું હતું અને હાર સહન કરવી પડી હતી. આથી આગામી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં આ બન્નેનું સ્થાન જોખમમાં છે અને લગભગ પડતા મુકાઇ શકે છે. હાલ પુજારા અને રહાણે ગ્રેડ એમાં છે. જેમાં ખેલાડીને વર્ષે બીસીસીઆઇ પાંચ કરોડ ચૂકવે છે. બન્નેના હાલના ફોર્મને જોતા બીસીસીઆઇ વાર્ષિક કરારમાંથી પડતા મુકી શકે છે અથવા તો ગ્રેડ બીમાં ઉતારી શકે છે. ગ્રેડ બીના ખેલાડીઓને 3 કરોડ અને ગ્રેડ સીના ખેલાડીઓને 1 કરોડ મળે છે.જયારે ગ્રેડ એ પ્લસના ખેલાડીને બીસીસીઆઇ 7 કરોડ આપે છે. જેમાં હાલ ફકત ત્રણ ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ છે. જેમાં આ વખતે કેએલ રાહુલ અને ઋષભ પંતનો ઉમેરો થઇ શકે છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer