ગાંધીધામમાં બાઇકની ચોરી કરનારા બે આરોપી ઝડપાયા
ભુજ, તા. 21 : ગાંધીધામ શહેરમાંથી મોટર સાઇકલની ચોરી કરનારા માંડવી તાલુકાના વાડા ગામના આરીફ લતિફ સમેજા અને ગુંદીયાળી ગામના અબ્બાસ અબ્દુલ્લા ડુડીયાને માંડવી પોલીસે પકડી પાડયા હતા. માંડવી પોલીસે આપેલી માહિતી મુજબ બાતમીના આધારે પોલીસની તપાસનું પગેરૂં બન્ને આરોપી સુધી પંહોચ્યા બાદ તેમને દબોચી લેવાયા હતા અને ચોરાઉ બાઇક તેમની પાસેથી કબ્જે કરાઇ હતી. ગાંધીધામ એ. ડિવિઝન પોલીસની હદના વિસ્તારમાંથી તેમણે આ ચોરી કર્યાનું બહાર આવ્યું હતું. કાર્યકારી ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ સાથે માંડવી પોલીસના સ્ટાફના સભ્યો કાર્યવાહીમાં જોડાયા હતા.