રાજ્યકક્ષાના એવોર્ડ માટે મીઠા પસવારિયા શાળા કરશે કચ્છનું પ્રતિનિધિત્વ
મીઠા પસવારિયા (તા. અંજાર), તા. 21 : રાજ્ય સ્તરના ઇન્સ્પાયર એવોર્ડ માટે કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓનું પ્રતિનિધિત્વ આ ગામની પ્રાથમિક શાળા કરશે.ઇન્સ્પાયર એવોર્ડ માનાંક રાષ્ટ્રીય સ્પર્ધા છે જેનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ભારત દ્વારા થાય છે જેમાં ધો. 6થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ?શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના નવીન વિચારોનું નામાંકન કરાવવાનું હોય છે.આવેલા વિચારો પૈકી શ્રેષ્ઠ વિચારને પસંદ કરવામાં આવે છે અને 10,000 રૂપિયાનો પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.વર્ષ 2021-22 માટે રાજ્યકક્ષાનું ઇન્સ્પાયર એવોર્ડ માનાંકનું આયોજન ઓનલાઇન 31/01/2022થી 1/2/2022 સુધી યોજાશે જેમાં અંજાર તાલુકાની મીઠા પસવારિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની વીરા રૂચિ હરિભાઇ કચ્છની પ્રાથમિક?શાળાઓનું પ્રતિનિધિત્વ કરશે. શિક્ષકગણોએ અને ગ્રામજનોએ રાજ્યકક્ષાએ પણ શ્રેષ્ઠતમ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.