એરપોર્ટ સમ્પેથી મોટર કાઢી અન્યત્ર લગાડાતાં પાણી વિતરણ ખોરવાયું

ભુજ, તા. 21 : શહેરમાં રાવલવાડી સમ્પે મોટર બગડી જતાં ભુજ સુધરાઈના ઈજનેર દ્વારા એરપોર્ટ સમ્પેથી મોટર કાઢી રાવલવાડી ટાંકે નાખતાં વોર્ડ નં. એક અને બેના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતાં નારાજગી ફેલાઈ હતી.જો કે, ઉપરોકત મોટર અદલાબદલીમાં કોઈ ખર્ચ સુધરાઈ ચોપડે ચડાવાયો છે કે કેમ તે અંગેની તપાસની માંગ પણ ઊઠી છે.ભુજ સુધરાઈના વિપક્ષી નેતા કાસમ સમાએ જણાવ્યું હતું કે, એક વિસ્તારમાં પાણીનું વિતરણ જાળવવા અન્ય વિસ્તારને અન્યાય કરવો કેટલો વાજબી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તાજેતરમાં જ ગટર શાખામાં બદલાવાયેલા વોટર સપ્લાય શાખાના ઈજનેરે જતાં જતાં રાવલવાડી સમ્પે મોટર બગડી જતાં તેની જગ્યાએ એરપોર્ટ સમ્પેથી મોટર કાઢી બગડેલી મોટરની જગ્યાએ લગાવતાં એરપોર્ટ સમ્પથી પાણી મેળવતા વોર્ડ નં. 1 અને 2ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાઈ ગયું છે.જો કે, મોટર કાઢવા અને અન્યત્ર નાખવા પાછળ સુધરાઈના ચોપડે ખર્ચ અંકારાયું છે કે કેમ તેની તપાસની પણ જાગૃતો - નાગરિકોમાં માંગ& ઊઠી છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer