મતિયાદેવ યાત્રાળુઓ માટે જૂના કંડલા નલિયાની બસ શરૂ કરવાની માંગ
ગાંધીધામ, તા.21: જુના કંડલા-નલિયા(મતિયાદેવ) એસ.ટી બસની સેવા ચાલુ કરવા અંગે નિર્વાસીત મેઘવાળ કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડે માંગ કરી હતી. સંસ્થાએ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરતા પત્રમાં જણાવ્યુ હતું કે ગુડથરવાળા મતિયાદેવના યાત્રાળુઓની સુવિધા અર્થે જુના કંડલા -નલિયા બસ ચાલુ કરવામાં આવી હતી. આ સેવા અચાનક બંધ કરી દેવામાં આવી છે. તેમજ ભચાઉ -નલીયા રૂટની બસ પણ રજાના દિવસે અથવા જે તે કારણસર અનિયમિત ચાલે છે. કેટલીક વખત ભચાઉથી આ બસ ઉપડતી જ નથી.જો ઉપડે તો નલિયાથી પુન: પરત ઉપડતી નથી.જેના કારણે અનેક યાત્રાળુઓને હાલાકી વેઠવી પડે છે. તાજેતરમાં ગત.તા.15 અને 16 જાન્યુઆરીના પણ બસ ઉપડી ન હતી. જુના કંડલા -નલીયા બસ સેવાને ગાંધીધામ બસ ડેપોથી ઓસ્લો, ગણેશનગર અંબે માતાજી મંદિરથી પુનમ સોસાયટી ચાર રસ્તા, સેંટ જોસેફ હોસ્પિટલ ચાર રસ્તા, જુની સુંદરપુરી ઈફકો, નવી સુંદરપુરી ગણેશ મંદિર, સુંદરપુરી પાણીના ટાંકા , મહેશ્વરી નગર પાટીયાથી એસ.ટી ડેપો આદિપુરથી બે વાડી રામદેવપીર મંદિર આદિપુરથી વાયા (ગુડથર મતિયા દેવ મંદિર) નલીયાના રૂટે ચલાવવામાં આવે તેમજ ગાંધીધામ-મુન્દ્રા જતી બસોને લુણી ગામ વાયા લુણી તીર્થ(ગણેશ મંદિર) થી ચલાવવામાં માંગ કરી હતી.મહેશ્વરી નગર મેઘવાળ સમાજ અને ગાંધીધામ સુધરાઈ કોંગ્રેસના નગરસેવક અમિત અજીત ચાવડાએ મુદે સંબંધિતો સમક્ષ રજૂઆતકરી હતી.